Book Title: Tran Prachin Gujarati Krutio Author(s): Sharlotte Crouse, Subhadraevi Publisher: Gujarat Vidyasabha View full book textPage 9
________________ સ્થાનમાં બીજો કોઈ કયુરેટર હોત તે સંભવ છે કે આ કૃતિઓની પણ તે જ દશા થાત. પરંતુ બહેન સુભદ્રાદેવીને જૂની ગુજરાતી પ્રત્યેને અભ્યાસપ્રેમ અને ગમે તેવી વસ્તુમાંથી પણ ઉચું તત્ત્વ શોધવાની તેમજ તેના વાસ્તવિક મહત્ત્વને ગ્રહણ કરવાની શક્તિ અને બુદ્ધિનું પરિણામ છે કે લોકદષ્ટિમાં સામાન્ય ગણાતી આ કૃતિઓ સાહિત્યકાર અને ઇતિહાસકારને અત્યંત ઉપયોગી થવાના સ્વરૂપમાં આપણું સામે આવીને ઉપસ્થિત થાય છે. અને તેટલા માટે કેવળ જૈનસંધ જ નહિ, ભારતના ઈતિહાસકારો અને સંશોધકો, ડૉ. કાઉ ઉ બહેન સુભદ્રાદેવીના ઋણી રહેશે. નાની કે મોટી કોઈપણ કૃતિનું સંપાદન કરવામાં કેવો આદર્શ રાખવો જોઈએ, તે સંબંધી સંપાદિકા બહેને પોતાની પ્રસ્તાવનાના પ્રારંભમાં કહ્યું છે તે બરાબર છે કે-“પ્રાચીન ગ્રન્થોને અર્ધ-જીર્ણ હાલતમાં સંખ્યાબબ્ધ બહાર પાડવાને બદલે એકાદ ગ્રન્થ પણ કાળજીપૂર્વક અને આધુનિક વાચક તેના અર્થ અને મહત્ત્વ ગ્રહણ કરી શકે તેવી રીતે સંપાદિત કરવો એ મારો આદર્શ આ વિષયના રસિકોને અનુકૂળ લાગે અને વિદ્વદ્દવર્ગમાં વધુ પ્રમાણમાં લક્ષ્યભૂત બને તે મારી હાર્દિક ઇચ્છા છે, કારણ કે જે ગુજરાતી સાહિત્યને સત્ય ઇતિહાસ લખવો હોય, તે પ્રાચીન ગ્રન્થનું આવા પ્રકારનું સંપાદન, તેનો કષ્ટયુક્ત, પરતુ સીધો માર્ગ છે.” કૃતિઓની ભાષા ગુજરાતી હોવા છતાં, તેની વિભક્તિઓ અને કેટલાક શબ્દો વગેરેમાં ઘણું મિશ્રણ થયેલું દેખાય છે. આ ખુલાસે સંપાદિકા બહેને પિતાની પ્રસ્તાવનામાં કર્યો છે; છતાં વધારે સ્પષ્ટીકરણ રૂપે વિચારીએ તો પ્રાય: પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી કવિતાઓમાં આવું ઘણે ભાગે જોવામાં આવે છે. અને તેનું કારણ એ લાગે છે કે, જન સાધુઓ પાદભ્રમણકારા દેશવિદેશમાં વિચરનારા હોય છે. પરિણામે તેમની ભાષાઓમાં બધી ભાષાઓની અસર થઈ જાય છે. અત્યારે પણ એક પ્રાતને છોડી બીજા પ્રાતમાં વિચરનારા સાધુઓની ભાષામાં આવું મિશ્રણ પ્રાયઃ અવશ્ય દેખાય છે. એ સિવાય સંભવ છે કે કવિઓ કવિતાની ખૂબીમાં વધારો કરવા માટે પણ કદાચ તેવાં બીજી ભાષાનાં શબ્દો અને વિભક્તિઓ મૂકતા હેય. એવું પણ બને છે કે કવિ મારવાડી હાય અને ગુજરાતમાં ઘણે ભાગે રહ્યા હોય, આથી ગુજરાતી કવિતા લખવા જતાં પોતાની માતૃભાષા મારવાડી હોવાને કારણે વિભકિતના પ્રયોગ મારવાડીના પણ કરી નાખે. કૃતિઓના કર્તા સંબંધી ઉપયોગી અતિહાસિક વસ્તુઓ જેવી કેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 114