Book Title: Tran Prachin Gujarati Krutio
Author(s): Sharlotte Crouse, Subhadraevi
Publisher: Gujarat Vidyasabha

Previous | Next

Page 7
________________ લયમાં અભ્યાસ કરી સન ૧૯૩૨માં ગ્વાલિયર રાજ્યના શિક્ષણ વિભાગમાં નેકરી સ્વીકારી હતી. આજે તેઓ આખા ગ્વાલિયરની સમસ્ત સરકારી કન્યાશાળાઓનાં ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ જેવો મોટો હોદ્દો ભોગવી રહ્યાં છે. તેમની સાહિત્યસેવામાં “નાસકેતરી કથાનું સંપાદન, ‘અઘટકુમાર કથા' અને “અંબડ ચરિત્ર' એ બે સંસ્કૃત ગ્રન્થોનો અનુવાદ, જૈિન નીતિ; ભારતીય તત્વજ્ઞાન અને અંતિમ અહંતનો વારસ આ ત્રણ મદ્રાસમાં આપેલાં ભાપણ, મારા આશ્રમમાં, “મુંડકોપનિષદ અને જૈનધર્મ, “ભારતીય ભાષાઓમાં અગ્નિનું સ્થાન, કલ્પસૂત્રમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, યુનાની તત્ત્વજ્ઞાનમાં પુનર્જન્મ અને શાકાહારી (પાયથેગોરસ), પુત્ર જન્મની ખુશાલી-કલ્પસૂત્રને અનુસારે, “જૈનના ઉત્સવની વિશેષતા”, “મારા ગુર’, ‘આર્ય ભારતીય તથા ઈરાની ભાષાઓને ઇતિહાસ’, ‘જૈન સાહિત્ય અને મહાકાલમંદિર, વિક્રમાદિત્ય અને સિદ્ધસેન દિવાકર કેટલાંક અજ્ઞાત પ્રાચીન જૈન સ્તોત્રો, જંગલમાં મંગલ' ઇત્યાદિ વિષય ઉપર અંગ્રેજી ગુજરાતી અને હિન્દીમાં લખેલા શોધખોળપૂર્ણ સંખ્યાબંધ નિબંધ વગેરે મુખ્ય છે. આ બધું જોનાર કોઈપણ વિદ્વાન કહી શકે કે જર્મનીમાં જન્મવા છતાં, આ કુમારી બહેનનો જન્મ ભારતની ભાષાઓ, ભારતના સાહિત્ય અને શ્રમણ સંસ્કૃતિ માટે જ થયો હતો. પ્રસ્તુત પુસ્તક, કે જેના સંબન્ધી આમુખરૂપે મને બે બેલ લખવાનો અવસર મળે છે, તે બહેન શાર્લોટે કાઉ, કે જેઓને જાણનારા અને ઓળખનારા “સુભદ્રાદેવી'ના નામે જ જાણે છે અને ઓળખે છે, તે, તેમના હાથે સંપાદન થઈ રહ્યું છે. દેશ સમાજ કે કોઈપણ ધર્મના ઇતિહાસના આલેખનમાં પ્રત્યેની પ્રશસ્તિઓ, નાના મોટા શિલાલેખો, ઐતિહાસિક રાસાઓ, તામ્રપત્રો અને દાનપત્ર, સિકકાઓ, ધાતુની મૂર્તિઓ ઉપરના લેખો તેમજ તીર્થમાળાઓ વગેરે સાધનો મુખ્ય છે. નિષ્પક્ષપાતી ઇતિહાસપ્રેમી સાક્ષરોએ હવે તો એ ડંકાની ચેટ ઉપર જાહેર કર્યું છે કે ગુજરાતી ભાષાના જ નહિ ભારતવર્ષના ઇતિહાસને ઉપયોગી થઈ શકે એવાં પ્રાચીન સાધનનું સંરક્ષણ જેટલું જૈનોએ કર્યું છે, બીજા શબ્દોમાં કહીએ તો, એવાં સાધનો જેટલાં જૈનેનાં સંરક્ષણમાંથી પ્રાપ્ત થાય છે, તેટલાં બીજાં ક્યાંયથી પણ નથી પ્રાપ્ત થતાં અને તે સાધનોના સંરક્ષણને સર્વ યશ પ્રાચીન સમયને જૈન સાધુઓને ફાળે જાય છે. સમયના પરિવર્તનની સાથે ધાર્મિક મતાગ્રહો, સામ્પ્રદાયિક ભાવનાઓ,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 114