Book Title: Tran Prachin Gujarati Krutio Author(s): Sharlotte Crouse, Subhadraevi Publisher: Gujarat Vidyasabha View full book textPage 6
________________ આમુખ સન ૧૯૨૬ના એપ્રિલ મહિનામાં શિવપુરીના અમારા સંસ્કૃત મહાCL વિદ્યાલયમાં એક જર્મન કુમારીએ પ્રવેશ કર્યો. કોણ જાણતું હતું કે આ બહેન સાત વર્ષ સુધી અમારા આશ્રમમાં રહી જૈન આગમ, યોગશાસ્ત્ર, જૈન ન્યાય, જૂની નવી ગુજરાતી તેમજ હિન્દી ભાષાનો અભ્યાસ કરી ભારતીય સાહિત્યવિશારદા” બનશે ? કોણ જાણતું હતું કે આ કુમારી બહેન “ભારતીય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિનાં ઉપાસિકા બનશે? કેણુ જાણતું હતું કે જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવા સાથે જૈન ધર્મના આચાર વિચારો અને નિયમોનું પણ પાલન કરશે? કોણ જાણતું હતું કે ગ્વાલિયર રાજ્યના શિક્ષણ વિભાગનાં “ડિપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ’ બની શિક્ષિકા નિરીક્ષિકા અને પરીક્ષિકા થઇ આખા રાજ્યની છોકરીઓનું જીવનઘડતર કરવામાં એક ઊંચા શિલ્પકાર તરીકે પોતાનું જીવન વ્યતીત કરશે? અને કોણ જાણતું હતું કે જર્મનીમાં ઉત્પન્ન થવા છતાં ગુજરાતી ભાષા અને સાહિત્યને ઊંડો અભ્યાસ કરી ગુજરાતી જૂના સાહિત્યના ઉદ્ધારમાં પોતાના જ્ઞાનને કીમતી ફાળો આપશે? સ્વ. ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરીશ્વરજી મહારાજની ઉદાર ભાવનાના પરિણામે યુરોપ અને અમેરિકાના જે જે સંસ્કૃતજ્ઞ વિદ્વાન–જેવા કે, જર્મનીના બર, યાકેબી, હર્ટલ, અલ્લડોર્ક, ગ્લાઝનપ, યમન, બ્રીંગ અને હુલ્સ; ઈટાલીના બેલોની ફીલીપી અને સીરી; ફ્રાન્સના સિલ્વન લેવી અને ગેરીને; અમેરિકાનાં કુમારી જેન્સન, અને બ્રાઉન, ઇંગ્લેન્ડના એજન, એફ. ડબલ્યુ. ટોમસ, સર ગ્રિયર્સન, સર સ્ટાઈન, બર્નેટ અને હોને લે તેના સ્ટેનકાનો અને પેન્ટીયે; રૂસના સર્વાચ્છી વગેરેએ ભારતીય સાહિત્ય અને ખાસ કરીને જૈન સાહિત્યના અભ્યાસમાં જે વિકાસ સાવ્યો છે, ગુરુદેવની સહાયતા પ્રાપ્ત કરી છે, અને જેઓ મુદેવ પ્રત્યે ગુરુબુદ્ધિ ધરાવે છે, તેઓમાં ડે, શાલેંટે કાઉનું નામ પણ ઉમેરવું જોઈએ, એટલું જ નહિ પરંતુ હવે તો તેઓ બાવીસ વીસ વર્ષથી ભારતનાં નિવાસી બની ઉપર કહેવામાં આવ્યું છે તેમ, ભારતીય સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને જન સાહિત્ય, તેમજ જૂની અને નવી ગુજરાતીનાં પરમ ઉપાસિકા બન્યાં છે. એટલે તેઓનું નામ ઉપરના બધા વિદ્વાનોમાં સૌથી મોખરે લઈએ તો તે અસ્થાને નહિ ગણાય. લગભગ સાત વર્ષ સુધી આ કુમારિકા બહેને શિવપુરીના અમારા સંસ્કૃત મહાવિદ્યાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114