Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ જેઓ : શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા ‘સિદ્ધાંત સંરક્ષક' બન્યા હતા. જેઓ : પ૨મતેજ યોગદૃષ્ટિ સમુચ્ચય યશોધર ચરિત્ર - અમીચંદની અમીદૃષ્ટિ - સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક - સાત્વિક ૨૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી ‘મહાન સાહિત્ય સર્જક’ બન્યા હતા. જેઓ : જ્ઞાનસ્થવીર હતા, વયસ્થવીર હતા, પર્યાયસ્થવિર હતા. જેઓ : જીવનભર સુધી અણિશુદ્ધ ‘સંયમના સાધક' હતા. જેઓ : વૈરાગ્યઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા શ્રીસંઘના સાચા સફળ ધર્મોપદેશક - માર્ગદર્શક બન્યા હતા. - જેઓ : સેંકડો યુવાનોને દીક્ષિત કરી... ભણાવી ગણાવી, વિદ્વાન્ અને સંયમી બનાવવા દ્વારા ‘શ્રમણોના ભિષ્મપિતામહ' બન્યા હતા. જેઓ ઃ દીર્ઘદૃષ્ટિ વાપરી... શાસ્ત્રસાપેક્ષ રહી... સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો : અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા ‘સંઘ એકતાના પ્રવર શિલ્પી' બન્યા હતા. જે સંઘ એકતાની ઠંડક અને મીઠાં ફળો આજે શ્રીસંઘ માણી રહ્યો છે. જેઓ : શાસ્ત્રીય સંગીત અને રાગ - રાગીણીઓના સૂક્ષ્મજ્ઞાન સાથે કોયલ જેવા મધુર કંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ ‘સંગીત અને સ્વરસમ્રાટ' હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો સજ્ઝાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમી શિષ્યોની ભેટ ધરી ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦ | ૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા ‘દિવ્યદર્શન' ની ભેટ ધરી. સંઘર્ષો મીટાવી શ્રીસંઘની એકતા કરી ૫૦ | ૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી. સાચા અર્થમાં ‘શ્રી સંઘકૌશલ્યાધાર' બન્યા હતા. એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં સાદર વંદના...

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 402