Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ ગુરુ ગુણ અમૃત ઘુંટડા જેઓ : સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા. જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા ‘આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના ‘પરમકૃપાપાત્ર' બન્યા હતા. જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા ‘વર્ધમાન તપોનિધિ' બન્યા હતા. જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી ‘ન્યાયવિશારદ’ બન્યા હતા. જેઓ : ન્યાય વ્યાકરણ કર્મગ્રંથો યોગગ્રંથો આગમગ્રંથો સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી ‘મહાવિદ્વાન્' બન્યા હતા. જેઓ : ષડ્દર્શનના સાંગોપાંગ ખેડાણથી ‘તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા ‘આગમજ્ઞ’ બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી - આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતા૨ક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. 1 - - જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે ‘પરમગીતાર્થ' હતા. : જેઓ : અનેક અંજનશલાકાઓ પ્રતિષ્ઠાઓ છ'રી પાલિત સંઘો. ઉપધાનો - દીક્ષાઓ - ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા ‘પરમ શાસનપ્રભાવક' બન્યા હતા. - જેઓ : શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી ‘યુવા શિબિર’ના ‘આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના ‘પરમ ભક્ત' હતા. જેઓ : ચુસ્ત ‘આચાર સંપન્ન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા ‘દિવ્યદર્શન' પાક્ષિકના માધ્યમે શુદ્ધ સાત્વિક શાસ્ત્રશુદ્ધ મોક્ષૈકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના ‘મહા ઉપકારક' બન્યા હતા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 402