________________
અ૦ ૧ સૂ૦૧] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર જીવો કરતાં અધિક સુખનો અનુભવ કરે છે. યોગીઓમાં પણ સુખની તરતમતા હોય છે. સુખની આ તરતમતાની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઇએ.
જ્યાં જ્યાં તરતમતા હોય છે ત્યાં ત્યાં પરાકાષ્ઠા અવશ્ય હોય છે. ચંદ્રના પ્રકાશમાં બીજ, ત્રીજ વગેરે દિવસોમાં તરતમતા હોય છે તો પૂનમના દિવસે તે પરાકાષ્ઠાએ પહોંચે છે. તેમ આત્મસુખની પણ પરાકાષ્ઠા હોવી જોઇએ. આત્મસુખની પરાકાષ્ઠા તે જ મોક્ષ. આત્મસુખની પરાકાષ્ઠાને અનંત જીવો પામેલા છે અને હજુ પામશે. (૩) જીવોને મોક્ષની ઇચ્છા થાય છે એથી પણ મોક્ષની સિદ્ધિ થાય છે. જે ન હોય તેની ઇચ્છા જ ન થાય. આકાશકુસુમ નથી તો કોઈનેય તેની ઈચ્છા થતી નથી. (૪) આપ્તપ્રણીત આગમોમાં મોક્ષનું વિધાન હોવાથી આગમપ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. આ પ્રમાણે પ્રત્યક્ષ, યુક્તિ અનુમાન અને આગમપ્રમાણથી મોક્ષની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન- ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ કેમ ?
ઉત્તર– સંસારના સર્વ જીવો સુખને ઈચ્છે છે અને દુઃખને ઇચ્છતા નથી. આથી તેઓ સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા અર્થ અને કામ એ બે પુરુષાર્થોનું સેવન કરે છે. છતાં તેઓ દુઃખ દૂર કરી શકતા નથી અને સંપૂર્ણ સુખને મેળવી શકતા નથી. કારણ કે અર્થ અને કામથી મળતું સુખ ક્ષણિક અને દુઃખમિશ્રિત હોવાથી અપૂર્ણ છે. આથી જ તત્ત્વજ્ઞ મહાપુરુષોની દષ્ટિએ અર્થ અને કામ એ બે પુરુષાર્થો નામના જ પુરુષાર્થો છે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થના સેવનથી શાશ્વત અને દુઃખથી રહિત સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આથી આ બે પુરુષાર્થો જ મુખ્ય છે. આ બેમાં પણ મોક્ષપુરુષાર્થ મુખ્ય છે. ધર્મ તો મોક્ષનું કારણ હોવાથી ઉપચારથી પુરુષાર્થ છે. આથી ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ જ મુખ્ય છે.
સંસારનું સુખ દુઃખ સ્વરૂપ જ છે.
પ્રશ્ન- મોક્ષમાં અન્ન-પાન, ટી.વી., રેડિયો, સ્ત્રી, મોટર, બંગલો વગેરે સુખનાં સાધનો ન હોવાથી સુખ કેવી રીતે હોય?
ઉત્તર- અહીં જ તમે ભૂલો છો. અન્ન-પાન, સ્ત્રી આદિ સુખનાં સાધનો જ નથી. કારણ કે સુખ તે છે કે જે સદા રહે, જેનો અનુભવ કરવામાં જરાય ભય ન હોય, જે ઈચ્છા કર્યા વિના પ્રાપ્ત થાય, જેના માટે બાહ્ય કોઈ સાધનની