________________
મંજરી છે. એમની શૈલી અને વૈભવને કારણે આ ટીકાથ ન રહેતાં એક સ્વતંત્ર મૌલિક રચના બની રહે છે. આ બધા કારણેને લઈને સ્વાદુવાદમંજરી ભારતીય દર્શનને એક સુંદર ગ્રંથ બની રહે છે.
શ્રી મહિલષેણસૂરિ સરળ પ્રકૃતિના ઉદાર અને મધ્યસ્થ વિદ્વાન છે. અન્ય દર્શનના વિદ્વાને માટે તેઓ જડ, અહીક, પશુ, અલૌકિક, પ્રાકૃત, તામસ વગેરે કટુ શબ્દ વાપરતા નથી. તેઓ વેદાન્તીને સમ્યગ્દષ્ટિ, વ્યાસને ઋષિ, કપિલને પરમર્ષિ અને ઉદયનાચાર્યને પ્રામાણિક-પ્રકાંડ કહે છે. પિતે તામ્બર હોવા છતાં દિગમ્બર આચાર્યોના વચનને નિઃસંકોચભાવે ટાંકે છે. તેઓ સર્વજ્ઞસિદ્ધિની ચર્ચાના પ્રસંગે સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિ જેવા સાંપ્રદાયિક કટુતા વધારે એવા વિવાદગ્રસ્ત પ્રશ્નોને છેડતા નથી. વળી તેઓ અન્ય દર્શનેના સિદ્ધાન્તની પ્રામાણિક અને પ્રમાણિત રજૂઆત કરે છે. આમ સ્યાદ્વાદમંજરી એક ઊંચી કેટિને દાર્શનિક ગ્રન્થ છે.
(અનુવાદ) સ્વાદુવાદમંજરીને ડે. જગદીશચંદ્રજીએ કરેલે હિંદી અનુવાદ પ્રસિદ્ધ છે. અને હમણા જ ડો. એફ. ડબલ્યુ. થોમસે તેનો અંગ્રેજી અનુવાદ બહાર પાડે છે. ગુર્જર ભાષામાં આ તેનો બીજો અનુવાદ છે. આ અનુવાદ પ્રથમની અપેક્ષાએ ખરેખર સુંદર છે. તેને યથાશક્ય સરળ અને પ્રવાહબદ્ધ બનાવવાનો સ્તુત્ય પ્રયત્ન થયેલ છે. વિષયને ગ્રાહા બનાવવા અને પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને સ્પષ્ટ કરવા અનુવાદને શંકા-સમાધાન કે વાદપ્રતિવાદના રૂપમાં મૂક્યું છે. અનુવાદની સાથે સાથે અર્થને સ્કુટ કરવા ઘણે સ્થળે ભાવાર્થ કે સમજૂતિ આપવાને પણ પ્રયત્ન થયો છે. આ અનુવાદમાં જે પરિશિષ્ટો અને ટિપ્પણોને ઉમેરે કરવામાં આવ્યો હોત તે આ ગ્રંથ વિશેષ ઉપયોગી થાત.
વિશેષ આનંદની વાત તો એ છે કે એક વિદુષી સાધ્વીજીએ આ દાર્શનિક ગ્રંથના સંપાદન સાથે એને વિશદ અનુવાદ કર્યો છે. એ સાધ્વીજી છે સુચના શ્રી છે. સ્વાદુવાદમંજરી જેવા ઉત્કૃષ્ટ દાર્શનિક ગ્રન્થને ગુર્જર ભાષામાં અનુવાદ કરવા બદલ તેઓ શ્રી આપણે અનેકશઃ ધન્યવાદને પાત્ર છે. તેઓ આ વિદ્યાયાત્રાને નિરન્તર ચાલુ રાખશે તો વિદ્યા વિકાસની સોપાનપરંપરા દ્વારા ઉન્નત શિખરે વિરાજશે તેવી આશા આ અનુવાદથી જન્મે છે. તેઓશ્રીએ ખરેખર જ્ઞાનની સાચી ઉપાસના કરી છે, ખરે સ્વાધ્યાય કર્યો છે. સંઘમાં જ્ઞાનોપાસના કેવી વિસ્તરી રહી છે. તેને સૂચક આ અનુવાદ છે. પૂર્વેના ચિન્તક આચાર્યોના ગ્રન્થનું પરિશીલન પુનઃજીવિત થાય, આધુનિક વિદ્યાનું પુરાણી વિદ્યાઓ સાથે અનુસંધાન થાય અને સારાય સંઘમાં રેનેસાંનું વાતાવશુ જામે એ આશા.
નગીન જી. શાહ અમદાવાદ-૯
ઉપાધ્યક્ષ તા. ૧-૮૪૮
લા. દ. વિદ્યામંદિર