________________
પ્રકૃતિને છે અને કેવળ વિવેકજ્ઞાનથી મુક્ત થવાય છે. આ સાંખ્ય સિદ્ધાન્તનું નિરસન છે, ૧૬ મા લેકમાં મહત્વના બૌદ્ધ સિદ્ધાન્તોની ચર્ચા છે. બૌદ્ધો પ્રમાણ અને કેટલાક પ્રમાણુફળને અભિન્ન માને છે. જ્ઞાનગત વિષયસાદેશ્ય એ પ્રમાણુ છે અને અધિગતિ એ ફળ છે અને તે બને તે અભિન્ન છે. આ તેમની વાત છે. બીજું, તેઓ સઘળી વસ્તુઓને ક્ષણિક માને છે. ત્રીજુ, કેટલાક બૌદ્ધ “નાવરણ વિષય' સિદ્ધાન્તને સ્વીકારે છે. ચોથું, વિજ્ઞાનવાદી બૌદ્ધો માત્ર વિજ્ઞાનને જ પરમાર્થ સત ગણે છે. અને સહેપલભ્ય નિયમને આધારે બાહ્ય વસ્તુઓ જ્ઞાનથી ભિન્ન નથી તે સિદ્ધ કરે છે. આ બધા દાર્શનિક સિદ્ધાન્તોની બુદ્ધિગમ્ય ચર્ચા આ શ્લેકની ટીકામાં કરવામાં આવી છે. ૧૭ મા કલેક ઉપરની ટીકામાં ધર્મરામ્યવાદી દષ્ટિમુક્ત શૂન્યવાદનું ખંડન કર્યું છે. પણ અહીં સામાન્યપણે શૂન્યવાદનું ખંડન કરવામાં આવે છે એ કેટિનું જ છે. પૂર્વ પક્ષને સબળ રીતે રજૂ કરવામાં નથી આવ્યું. ૧૮ મા કલેકમાં કર્મવાદને આધારે ક્ષણભંગવાદનું નિરસન છે. . ૧૯ માં આલયવિજ્ઞાન, વાસના, સન્નતિ વગેરેની વાત ક્ષણભંગવાદી બૌદ્ધોને મુખે વિસંવાદી લાગે છે એ સ્પષ્ટ કર્યું છે, ચેતના એ તે ભૂતચતુષ્કમાંથી આવિર્ભાવ પામતે એક ધર્મ છે, કોઈ સ્વતત્વ તત્વ નથી આવી માન્યતા ધરાવતા લેકાયતમતનું ખંડન કલે. ૨૦ ની ટીકામાં છે. પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે એમ કાયતિક માને છે. આ સિદ્ધાન્તની આલેચન અહીં છે. કલે. ૨૧-૨૯માં જૈન સિદ્ધાન્તનું સમર્થન કરતાં કરતાં સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. અને સુંદર રીતે સ્વાદુવાદની સમજણ આપી છે. લે. ૩૦-૩૨માં ભગવાન મહાવીરની સ્તુતિનો ઉપસંહાર કરતી વખતે અનેકાન્તથી જગતને ઉદ્ધાર શક્ય છે એ હકીક્તનું પ્રતિપાદન કર્યું છે.
મૂલ્યાંકન ઉપરના સાર ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે સ્વાદુવાદમંજરી તત્વજ્ઞાનની મહત્વની વિશાળ સમસ્યાઓની ચર્ચા-વિચારણા કરે છે. કોઈપણ દર્શનનું સમગ્ર પરીક્ષણ કરવાને તેને આશય નથી. જૈન દાર્શનિકને જે સિદ્ધાન્તમાં રસ છે તેમનું જ પરીક્ષણ તે કરે છે, અને એ જ તે દર્શનના કેટલાક મહાપ્રશ્નો છે. સામાન્ય શું છે? વિશેષ શું છે? વસ્તુ નિત્ય છે કે અનિત્ય? જગતને કર્તા ઈશ્વર છે કે નહિ? અહિંસાનું તત્વ શું છે? મુક્ત આત્માનું સ્વરૂપ કેવું છે? આપણને વસ્તુનું સાચું જ્ઞાન ક્યારે થયું કહેવાય? જ્ઞાનની પ્રતિકર્મવ્યવસ્થાનો આધાર શો? પ્રમાણ અને પ્રમાણફળ ભિન્ન છે કે અભિન્ન ? સતનું સ્વરૂપ શું છે? ઈત્યાદિ તત્વજ્ઞાનના કેટલાક સનાતન પ્રશ્નો છે. સ્યાદ્વાદમંજરકારે કરેલ અન્ય દાર્શનિકના સિદ્ધાન્તનું ખંડન વિતંડાના સ્વરૂપનું નથી. દરેકે દરેક પ્રશ્ન પર જૈન દર્શનની સ્પષ્ટ માન્યતા શી છે તેનું સચોટ નિરૂપણ સરળ પ્રવાહી ભાષામાં અહીં કરવામાં આવેલ છે નયવાદ અને સ્વાદુવાદને સદષ્ટાંત વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. આમ શ્રીમતિષેણસૂરિનું અન્ય દર્શનેનું જ્ઞાન પ્રશંસનીય છે અને જૈન સિદ્ધાન્તની સમજ ઉડી છે. તેમની શૈલિ સ્વાભાવિક છે. દર્શનશાસ્ત્રના કઠિન વિષયને સરળ અને પ્રવાહી ભાષામાં મૂકવાની તેમને હથેટી છે. રત્નાકરાવતારિકામાં સમાણભૂયત્વને કારણે અર્થ કંઈક જટિલ બને છે. સતિતક, પ્રમેયકમલમાર્તડ વગેરે ન્યાયગ્રંથ ગહન છે. સ્યાદ્વાદરનાકર તે ખરેખર ગંભીર, ઊડે અને સુદીધું છે. અષ્ટસહસ્ત્રી તે કટસહસ્ત્રી કહેવાય છે. જ્યારે આ તે સરળ, વિશદ, અગુરુલદવી કણે ધરવા જેવી