________________
स्थानांगसूत्र
५३
હવે વર્ગણાને લઈને એકત્વ કહે છે.
(૧) નારકી, (૨) અસુરકુમાર, (૩) નાગકુમાર, (૪) સુવર્ણકુમા૨, (૫) વિદ્યુતકુમાર, (૬) અગ્નિકુમાર, (૭) દ્વિપકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દિકુમાર, (૧૦) પવનકુમાર, (૧૧) સ્તનિતકુમાર, (૧૨) પૃથ્વીકાય, (૧૩) અકાય, (૧૪) તેઉકાય, (૧૫) વાયુકાય, (૧૬) વનસ્પતિકાય, (૧૭) બેઈન્દ્રિય, (૧૮) તેઈન્દ્રિય, (૧૯) ચઉરિન્દ્રિય, (૨૦) પંચેન્દ્રિય તિર્યંચ, (૨૧) પંચેન્દ્રિય મનુષ્ય, (૨૨) વ્યંતર, (૨૩) જ્યોતિષ્ક, (૨૪) વૈમાનિક. આ ૨૪ વર્ગણા હોવા છતાં પણ દરેકની સામાન્યથી એકરૂપ છે.
તેમાં નારકીઓ પૃથ્વી, પ્રતર, નરકાવાસ, સ્થિતિ, ભવ્યત્વ, અભવ્યત્વાદિ ભેદથી અનેક પ્રકાર હોવા છતાં તેઓનો સમુદાય તે વર્ગણા. નારકપણાના પર્યાયની સમાનતાથી તે વર્ગણાનું એકત્વ છે.
શંકા :- નારકો છે નહીં તો તેની વર્ગણાની એકત્વની વાત જ ક્યાંથી સંભવે ? આકાશકુસુમની જેમ નારકને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ જ નથી કે જે પ્રમાણથી ના૨ક છે એવા તેના અસ્તિત્વની સિદ્ધિ થાય.
સમાધાન :- પ્રમાળામાવાત્ આ તમારો હેતુ અસિદ્ધ છે. કારણ કે ‘નારક છે’ તેની સિદ્ધિનું અનુમાન પ્રમાણ છે.
દા.ત. જેમ ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનાર દેવ છે તેમ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવના૨ નારક છે. માટે નારક છે એ સિદ્ધ થાય છે.
શંકા :- દેવો પણ છે કે નહીં ?
સમાધાન :- ઉપર મુજબ ઉત્કૃષ્ટ પુણ્યના ફળ ભોગવનાર કોણ ? દેવો. માટે દેવો સિદ્ધ છે. વળી જે વ્યુત્પત્તિવાળું હોય અને શુદ્ધ પદ હોય તે જગતમાં હોય જ છે. આ વાત સિદ્ધ છે. દા.ત. ઘટ, પટાદિ વ્યુત્પત્તિવાળા છે તથા શુદ્ધ પદ (એકલું પદ) છે. માટે દેવો સિદ્ધ છે.
(શુદ્ધ પદ = સમાસ અને તદ્ધિત રહિત તે શુદ્ધ પદ. કેવલ ક્રિયાપદથી બનેલું હોય.)
શંકા :- ‘દેવ’ પદથી ગુણ અને ઋદ્ધિથી યુક્ત મનુષ્ય જ કહેવા યોગ્ય છે. માટે તમે જે દેવ (ગતિના) ‘દેવ’ પદની વિવક્ષા કરો છો તે અર્થ નહીં થાય.
સમાધાન :- ગુણ અને ઋદ્ધિથી યુક્ત ગણધર, ચક્રવર્તી આદિ મનુષ્યમાં જે ‘દેવ' શબ્દનો પ્રયોગ કરીએ છીએ તે ઉપચારથી છે. અને સત્ય અર્થની સિદ્ધિ થાય તેમાં ઉપચાર થાય છે. દા.ત. જેમ સ્વાભાવિક સિંહ હોય તો ‘માણવક' નામના મનુષ્યમાં ‘સિંહ’નો ઉપચાર કરાય છે. તેવી રીતે ‘દેવ' સત્ય સિદ્ધ હોય તો ગુણ અને ઋદ્ધિથી સંપન્ન મનુષ્યમાં ‘દેવ’ પદનો ઉપચાર કરાય છે.