________________
स्थानांगसूत्र
१११
ઘીનો ઘડો ખાલી છતાં પણ ઘીનો જ ઘડો કહેવાય છે તે ભૂત પર્યાય અને રાજકુમાર જે ભવિષ્યમાં રાજા થનાર છે તે ભાવિ પર્યાય. લોકમાં જે કહેવાય છે તે તત્ત્વના જાણનારાઓએ સચેતન અથવા અચેતન વસ્તુને દ્રવ્ય કહેલ છે.
તથા ઉપયોગ રહિત અને અપ્રધાન તે દ્રવ્ય. તે તે પર્યાયોને પ્રાપ્ત કરવું આવું દ્રવ્યનું લક્ષણ છે. અને તે ભાવિભાવરૂપ પર્યાય તથા ભૂતભાવરૂપ પર્યાયને યોગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. તેવા પ્રકારનો જે ઇન્દ્ર તે દ્રવ્ય ઇન્દ્ર છે.
તે દ્રવ્યેન્દ્ર બે પ્રકારે છે. (૧) આગમથી અને (૨) નો આગમથી.
(૧) આગમથી દ્રવ્ય - આગમને ચોક્કસ સ્વીકારીને, જ્ઞાનની અપેક્ષાએ આગમથી ઇન્દ્ર શબ્દને જાણનાર પણ ઉપયોગ રહિત તે આગમથી દ્રવ્યેન્દ્ર.
(૨) નો આગમથી દ્રવ્યેન્દ્ર - આગમને ચોક્કસ નહીં સ્વીકારીને, જ્ઞાનની અપેક્ષાથી વિપરીત અપેક્ષાએ. નો આગમથી દ્રવ્યેન્દ્ર ત્રણ પ્રકારે છે.
(૧) શ શરીર દ્રવ્યેન્દ્ર (૨) ભવ્યશરીર દ્રવ્યેન્દ્ર (૩) શ શરીર ભવ્ય શરીર તદ્ગતિરિક્ત દ્રવ્યેન્દ્ર.
(૧) જ્ઞશરીર દ્રવ્યેન્દ્ર - જાણનારનું શરીર તે જ્ઞશરીર.
ઇન્દ્ર પદાર્થના જાણનારનું જીવ રહિત જે શરીર, તે અતીત કાલમાં (જે શરીર વડે) અનુભવેલ પદાર્થના જ્ઞાનની અનુવૃત્તિ વડે, જે શિલાદિ ઉપર અનશન કરીને જે મુનિ સિદ્ધ થાય છે તે સિદ્ધશિલા કહેવાય છે, તે ઉપર રહેલ - સિદ્ધ થયેલ મુનિનું શરીર પણ ધૃત ઘટાદિ ન્યાય વડે નો આગમથી દ્રવ્યેન્દ્ર કહેવાય છે. કારણ કે શરીરમાં ઇન્દ્ર શબ્દના જ્ઞાનનું કારણ પણું હોય છે અને ઈન્દ્રના જ્ઞાનનું શૂન્યપણું હોય છે.
નો આગમ શબ્દમાં “નો' શબ્દ સર્વથા નિષેધવાચક છે.
(૨) ભવ્ય શરીર દ્રવ્યેન્દ્ર - ભવિષ્ય સંબંધી વૃત્તિને સ્વીકારીને ઇન્દ્ર (શબ્દાર્થ) ના ઉપયોગનું આધારપણું હોવાથી મધુઘટ અર્થાત્ વર્તમાનમાં ઘડો ખાલી છે છતાં ભવિષ્યમાં મધ ભરવામાં આવશે તે મધુનો ઘડો કહેવાય છે. ઇત્યાદિ ન્યાયથી જ જે બાલાદિ અવસ્થા સહિત શરીર તે ભવ્યશરીર દ્રવ્યેન્દ્ર.
ભવ્ય = યોગ્ય. જે ઇન્દ્રશબ્દના અર્થને વર્તમાનમાં જ્યાં સુધી નથી જાણતો, પરંતુ ભવિષ્યમાં જાણશે તેનું શરીર તે ભવ્ય શરીર. તે જ દ્રવ્યેન્દ્ર અર્થાત્ ભવ્યશરીર દ્રવ્યેન્દ્ર.
અહીં પણ “નો' શબ્દનો અર્થ સર્વથા નિષેધ વાચક છે.
(૩) જ્ઞશરીર ભવ્યશરીર તદ્ગતિરિક્ત દ્રવ્યદ્ર - જ્ઞ શરીર = જાણકારનું શરીર, ભવ્ય શરીર = જાણનારનું શરીર આ બંનેથી જુદુ, તે તદ્બતિરિક્ત એવો દ્રવ્યેન્દ્ર.