________________
३२३
स्थानांगसूत्र
(૨) જેમાં ફક્ત ખીલી નથી તે બીજું ઋષભનારા સંઘયણ.
(૩) જેમાં બંને પડખે મર્કટબંધ હોય પરંતુ પટ્ટ તથા કાલિકા ન હોય) તે ત્રીજું નારાચ સંઘયણ.
(૪) જ્યાં એક પડખાથી મર્કટબંધ અને બીજા પડખામાં ખીલી હોય તે ચોથું અર્ધનારાચ સંઘયણ.
(૫) ખીલીથી વીંધાયેલ બે હાડકાના સંચયવાળું તે કાલિકા નામનું પાંચમું સંઘયણ.
(૬) બે હાડકાના છેડાને સ્પર્શનરૂપ સેવા પ્રત્યે પ્રાપ્ત થયેલું (અર્થાત્ તેલ મર્દનાદિ સેવાની આકાંક્ષાવાળું તે સેવાર્ત નામનું છઠ્ઠું સંઘયણ જાણવું.
શક્તિ વિશેષ પક્ષમાં તો શક્તિ વિશિષ્ટ લાકડા વગેરેની જેમ દઢપણું તે સંહનન સમજવું. સંસ્થાન = અવયવોની રચનાત્મક શરીરની આકૃતિરૂપ છે. તેમાં
(૧) સમચતુરગ્ન - સમાઃ = શરીરના લક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર અગ્ની છે જેને તે સમચતુરગ્ન સંસ્થાન. અહીં અગ્નિ એટલે ચાર દિશાના વિભાગ વડે જણાતા શરીરના અવયવો છે. તેથી જેના બધા ય અવયવો શરીર સંબંધી લક્ષણના કહેલ પ્રમાણથી અવ્યભિચારવાળા છે. પરંતુ ન્યૂનાધિક પ્રમાણવાળા નથી તેના જેવું તે સમચતુરગ્ન સંસ્થાન.
(૨) ચગ્રોધ પરિમંડલ :- વડના ઝાડ જેવા વિસ્તાર (ઘેરાવા) વાળું તે ન્યગ્રોધ પરિમંડલ. જેમ વડવૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ અવયવવાળો હોય છે અને નીચેના ભાગમાં તેવો હોતો નથી. તેમ આ સંસ્થાન પણ નાભિથી ઉપર બહુલ વિસ્તાર વાળું છે અને નીચેના ભાગમાં તો હીનાધિક પ્રમાણવાળું હોય છે.
(૩) સાદિ :- અહીં “આદિ શબ્દથી ઊંચાઇરૂપ નાભિની નીચેનો દેહ ભાગ ગ્રહણ કરાય છે. તે શરીર - લક્ષણના કહેલ પ્રમાણને ભજનાર તે આદિ સાથે જે વર્તે છે તે સાદિ. આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે જે વર્તે છે માટે આ વિશેષણ છે. અન્યથા (નહીતર) ઉપપત્તિ - સંગતિ ન થવાથી અહીં વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે. સાદિ - ઉત્સધ બહુલ અર્થાત્ પરિપૂર્ણ ઊંચાઈ.
(૪) કુન્જ - અધસ્તનકાય મડભ - ન્યૂનાધિક. અહીં અધસ્તનકાય શબ્દથી પગ, હાથ, શિર અને ગ્રીવા કહેવાય છે. તે જેમાં શરીર લક્ષણના કહેલ પ્રમાણથી વ્યભિચારી (અસુંદર) હોય અને વળી જે શેષ શરીર (પીઠ, ઉદર, હૃદય) યથોક્ત પ્રમાણવાળું હોય તે કુન્જ સંસ્થાન.
(૫) વામન - મડહકોષ્ઠ, જેમાં હાથ, પગ, શિર અને ગ્રીવા યથોક્ત પ્રમાણવાળા હોય અને શેષ શરીર મડભ - ન્યૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન સંસ્થાન.
(૬) હુંડ:- સર્વત્ર અયુક્ત હોય. પ્રાયઃ જેનું એક પણ અવયવ શરીર લક્ષણના કહેલ પ્રમાણની સાથે મળતું ન હોય તે અસંસ્થિત હુંડક નામનું સંસ્થાન. જેનો એક પણ અવયવ પ્રમાણ યુક્ત ન હોય. ll૧૭૧II