________________
५१८
सूत्रार्थमुक्तावलिः નોઆગમતઃ દ્રવ્યભિક્ષુ ત્રિવિધ છે ૧. શરીર ૨. ભવ્યશરીર ૩. તદુભયવ્યતિરિક્ત, ભિક્ષુ પદાર્થના જ્ઞાતા જીવથી રહિત જે શરીર છે. એ ભૂતભાવ હોવાથી નોઆગમતો જ્ઞશરીર દ્રવ્યભિક્ષુ, જે બાલક છે હજી ભિક્ષુ પદાર્થને જાણતો નથી પણ આજ શરીરથી ભિક્ષુપદાર્થને જાણશે તેનું શરીર ભવ્યશરીર છે ભાવિ ભાવત્વ છે. માટે તે ૨- નોઆગમતો ભવ્ય શરીર દ્રવ્યભિક્ષુ છે. તદુભયવ્યતિરિક્ત દ્રવ્યભિક્ષુ - ત્રણ પ્રકારે છે ૧. એકભવિક ૨. બદ્ધાયુષ્ક ૩. અભિમુખનામગોત્ર ૧- જે નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવ પછીના તરતના જ ભવમાં ભિક્ષુ બનવાનો હોય તે એકભવિક તદુભયવ્યતિરિક્ત દ્રવ્ય ભિક્ષુ ૨- જેણે ભિક્ષુના પર્યાયનું નિમિત્ત આયુષ્ય બાંધ્યું છે. તે બદ્ધાયુષ્ક તદુભયવ્યતિરિક્ત દ્રવ્ય ભિક્ષુ છે. ૩. જેના નામ અને ગોત્ર બન્ને કર્મ ભિક્ષપર્યાયના પ્રવર્તન તરફ વર્તે છે તે- આર્યક્ષેત્રમાં મનુષ્ય ભવમાં ભિક્ષુપર્યાય તરફ સમ્યક્રરીતે ઉદ્યમશીલ હોય તેને અભિમુખ નામગોત્ર તદુભયવ્યતિરિક્ત દ્રવ્યભિક્ષુ છે. અથવા વજન અને ધનનો પરિત્યાગ કરી ગુરુ સમીપે પ્રવજયા મેળવવા માટે પોતાના ઘરથી બહાર નિકળેલો તે અભિમુખનામગોત્ર તદુભયવ્યતિરિક્ત દ્રવ્યભિક્ષુ છે.
ભાવભિક્ષુ પણ બે પ્રકારે છે. ૧. આગમતઃ ૨. નોઆગમતઃ ભિક્ષુ શબ્દનો અર્થવેત્તા અને એમાં ઉપયોગવાળો જે હોય તે આગમતઃ ભાવભિક્ષુ છે. નોઆગમતઃ ભાવભિક્ષુ તે છે જે સર્વસાવદ્યથી મન-વચન-કાયાથી કરવા કરાવવાને અનુમોદવા રૂપે (ત્રિવિધ ત્રિવિધ) અટકેલો હોય તેવો સાધુ.
ગૃહસ્થો કે અન્યતીર્થિક કે અન્યલિંગી સાધુઓ એ નોઆગમતઃ ભાવ ભિક્ષુ નથી. કેમકે ભિક્ષુ શબ્દથી તેમાં પ્રવૃત્તિ થવાના નિમિત્તનો તેમાં અભાવ છે. અર્થાત્ ભિક્ષુ શબ્દના બે નિમિત્તો છે ૧. વ્યુત્પત્તિનિમિત્ત ૨. પ્રવૃત્તિનિમિત્ત જે ભિક્ષા માંગે એવા પ્રકારનો સ્વભાવવાળો છે એ ભિક્ષુ, આ વ્યાખ્યા વ્યુત્પત્તિનિમિત્તક છે. એમાં ભિક્ષાએ વ્યુત્પત્તિનું નિમિત્ત છે. તે ભિક્ષા સાથે એક જ પદાર્થમાં સમવાયીરૂપે રહીને ઓળખાતું પરલોકની આશંસાથી રહિતપણા દ્વારા યમ નિયમમાં વ્યસ્થિતપણું એ પ્રવૃત્તિનિમિત્ત છે. (અર્થાત્ ભિક્ષુમાં રહેલ જે ભિક્ષણ છે તે વ્યુત્પત્તિ નિમિત્ત છે તે એના સાથે ભિક્ષુમાં જ રહેલ પરલોકાશંસાથી મુક્ત યમ નિયમની વ્યસ્થિતતા એ પ્રવૃત્તિનિમિત્ત છે)
આ વિશિષ્ટ યમ નિયમની વ્યવસ્થિતતા ભિક્ષુ ભિક્ષા માગે ત્યારે અને ન માંગતો હોય ત્યારે ઉભય અવસ્થામાં ભિક્ષને વિષે મળે છે તે. તેથી ભિક્ષાના અભાવમાં પણ ભિક્ષુમાં ભિક્ષુ શબ્દ પ્રવર્તે છે. જ્યારે ગૃહસ્થમાં તે નથી પ્રવર્તતો કેમકે નવકોટી અશુદ્ધ આહાર ભોજી એવા ગૃહસ્થમાં યથોક્ત પ્રવૃત્તિનિમિત્તનો અભાવ રહેલો છે.
માત્ર ગમનક્રિયા કરવાથી ગાય-ગૌ નથી કહેવાતી પરંતુ ગમનક્રિયાની સાથે એકાર્થ સમવાયી રહીને ઓળખાતું સાસ્નાદિવ– (એટલે કે ગાયના ગળે રહેલ ગોદડીવાળાપણું) એના યોગથી જ