Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 576
________________ ૬૭૦ सूत्रार्थमुक्तावलिः હવે નવમા અંગ (અનુત્તરોપપાતિક) ની વાતો પ્રકટ કરે છે. જેનાથી ઉત્તર = પછીનું નથી એનું નામ અનુત્તર (એકને અદ્વિતીય) અને ઉપપાત = જન્મ... આ સંસારમાં તેવા પ્રકારનો બીજો જન્મ ન હોવાથી અનુત્તર એટલે સર્વ શ્રેષ્ઠ ઉપપાત જન્મ જેઓનો છે. તેઓ અનુત્તરોપપાતિક છે. તેવા અનુત્તરમાં જન્મનારા વ્યક્તિઓની વક્તવ્યતાનું પ્રતિપાદન કરનારા દસા = એટલે કે દશ અધ્યયનોથી ઓળખાતું સૂત્ર – અંગ એનું નામ છે અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર તે સૂત્રમાં અનુત્તરમાં ઉત્પન્ન થનારા સાધુ ભગવંતોના નગરોનું ઉદ્યાનોનું ચૈત્ય વનખંડ અને રાજાઓ આદિનું વર્ણન કરાય છે. તેમજ પરમ માંગલિક હોવાથી જગત્ હિતકારી તીર્થંકર પ્રભુના સમવસરણ અને જિનાતિશેષ = આજ સૂત્રના ૩૨ મા સૂત્રમાં પ્રભુના અતિશયો કહેવાયા છે. તથા શ્રમણોમાં ઉત્તમ સાક્ષાત્ જિનના શિષ્ય-ગણધર વગેરે મહામુનિઓ કે જેઓ સ્થિરયશવાળા, પરીષહના સમુહને મર્દન કરનારા અને તપથી દેદીપ્યમાન જ્ઞાન-દર્શન અને ચારિત્રવાળા કલ્યાણકારી ક્ષમાગુણના ધ્વજને ધારણ કરનારા છે. તે ગણધરો ને મહામુનિઓની પ્રશંસા આ અંગમાં વર્ણવાય છે. તેમજ જે મહામુનિ જેટલા ઉપવાસ કરીને. ઉત્તમ સમાધિ વરીને જિનવરના ધ્યાન યોગથી યુક્ત થઈ જેવી રીતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. અને એ અનુત્તર વિમાનમાં જે વિષયસુખને અનુભવે છે તે બધુંજ આ અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં કહેવાય છે. ll૯૬ll अथ दशमाङ्गवक्तव्यतां विशदीकरोति प्रश्ना अप्रश्नाः प्रश्नाप्रश्ना विद्यातिशया यक्षादिभिः संवादादयः प्रश्नव्याकरणेषु I૬૭ प्रश्ना इति, प्रश्नः प्रतीतः, तन्निर्वचनं व्याकरणं प्रश्नानां व्याकरणानाञ्च योगात् प्रश्नव्याकरणानि, तत्राङ्गुष्ठबाहुप्रश्नादिका मंत्रविद्याः प्रश्नाः, याः पुनर्विद्या मंत्रविधिना जप्यमाना अपृष्टा एव शुभाशुभं कथयन्ति ता अप्रश्नाः, तथाऽङ्गुष्ठादिप्रश्नभावं तदभावं च प्रतीत्य या विद्याः शुभाशुभं कथयन्ति ताः प्रश्नाप्रश्नाः, तथा अन्ये विद्यातिशयाः स्तम्भस्तोभवशीकरणविद्वेषीकरणोच्चाटनादयः, भवनपतिविशेषैर्नागसुपर्णैर्यक्षादिभिश्च सह साधकस्य तात्त्विकाः शुभाशुभगताः संलापा एवमादयोऽत्र वर्ण्यन्ते ॥९७|| હવે દશમાંગ - પ્રશ્નવ્યાકરણસૂત્રની વક્તવ્યતા જણાવે છે.

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586