Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 563
________________ समवायांगसूत्र , त्रिनवतीति, सर्वबाह्यात्सर्वाभ्यन्तरं सर्वाभ्यन्तरात्सर्वबाह्यं प्रति वा गच्छन्निति शेषः । दिवसस्य रात्रेश्च समता तदा भवति यदा पञ्चदश मुहूर्ता उभयोरपि भवन्ति, तत्र सर्वाभ्यन्तरमण्डलेऽष्टादशमुहूर्त्तमहर्भवति रात्रिश्च द्वादशमुहूर्त्ता सर्वबाह्ये तु व्यत्ययः, तत्र त्र्यशीत्यधिकमण्डलशते द्वौ द्वावेकषष्टिभागौ वर्द्धेते हीयेते च, यदा च दिनवृद्धिस्तदा रात्रिहानिः रात्रिवृद्धौ च दिनहानिरिति, तत्र द्विनवतितमे मण्डले प्रतिमण्डलं मुहूर्तैकषष्टिभागद्वयवृद्धया त्रयो मुहूर्त्ता एकेनैकषष्टिभागेनाधिका वर्द्धन्ते वा हीयन्ते वा तेषु च द्वादशमुहूर्त्तेषु मध्ये क्षिप्तेष्वष्टादशभ्योऽपसारितेषु वा पञ्चदश मुहूर्त्ता उभयत्रैकेनैकषष्टिभागेनाधिका हीना वा भवन्तो द्विनवतितममण्डलस्यार्द्धे समाहोरात्रता तस्यैव चान्ते विषमाहोरात्रता भवति ॥८२॥ ५५७ પ્રતિમા વિરાધકની જ્યોતિષ્મ લોકમાં ઉત્પત્તિ થાય તેના વિશેષના આશ્રય દ્વારા (૯૩ માં સમવાય) હવે કહે છે. સર્વ બાહ્ય મંડલથી સર્વ અત્યંતર મંડલ ત૨ફ જતો અને સર્વ અત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ તરફ જતો સૂર્ય... જ્યારે ૯૩ માં મંડલમાં પ્રવેશે છે ત્યારે વિષમ અહોરાત્રિને કરનારો થાય છે. દિવસ અને રાત્રિની સમાનતા ત્યારે થાય છે જ્યારે ૧૫ મુહૂર્તનો દિવસ હોય અને ૧૫ મુહૂર્તની રાત્રિ હોય, સર્વથી અંદરના અત્યંતર મંડલમાં ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. તો સર્વ બહારના મંડલમાં (વ્યત્યય એટલેકે) ૧૮ મુહૂર્તની રાત્રિ અને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. (સર્વાશ્ચંત૨ મંડલથી સર્વ બાહ્યમંડલ સુધી સર્વબાહ્યમંડલથી સર્વઅત્યંતર મંડલ સુધી કરે છે) તે ૧૮૩ મંડલના પ્રત્યેક મંડલમાં એક મુહૂર્તના ૨/૬૧ ભાગ વૃદ્ધિ અને હાનિ રાત્રિ દિવસની થાય છે. તેમાં જ્યારે દિનવૃદ્ધિ થાય છે. ત્યારે રાત્રિની હાનિ થાય છે ને રાત્રિની હાનિ થાય છે ત્યારે દિન વૃદ્ધિ થાય છે. (અત્યંતર મંડલથી બાહ્યમંડલમાં જતા દિનની હાનિ અને રાત્રિની વૃદ્ધિ થાય છે અને બાહ્યમંડલથી અત્યંતર મંડલમાં જતાં રાત્રિની હાનિ અને દિનની વૃદ્ધિ થાય છે) આમ પ્રતિમંડલ વૃદ્ધિ હાનિ પામતા ૯૨ માં મંડલમાં સૂર્યપ્રવેશે ત્યારે (કુલ) ૩ મુહૂર્ત ૧/ ૬૧ થી અધિક વૃદ્ધિ હાનિનું માપ પ્રાપ્ત થાય છે. હવે (બાહ્યથી અત્યંતરમાં જતો સૂર્ય હોય ત્યારે) ૧૨ મુહૂર્તની રાત્રિમાં. ૩ મુહૂર્ત + ૧/ ૬૧ ઉમેરતા ૧૫ ૧/૬૧ ભાગ ૯૨ માં મંડલના પ્રવેશમાં મળે છે. અને (અત્યંતરથી બાહ્ય તરફ સૂર્ય જતો હોય ત્યારે) ૧૮ મુહૂર્તના દિનમાંથી ૩ મુહૂર્ત + ૧/૬૧ બાદ કરતાં ૧૫ મુહૂર્ત ૧/૬૧ ઓછો પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586