Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 572
________________ ५६६ सूत्रार्थमुक्तावलिः સમાધાન આપવામાં આવ્યા છે. જેની સંખ્યા ૩૬000 ની છે. (અર્થાત્ ૩૬૦૦૦ શંકાના પ્રભુવીર દ્વારા અપાયેલ સમાધાનો) જે આ ભગવતીસૂત્રમાં ગુંથાયેલા છે. વળી કૃતાર્થો = શ્રુતવિષયક અર્થો એટલે કે જિનેશ્વર પ્રભુ પાસે ગણધરોએ શ્રત = સાંભળેલા એવા અર્થો = પદાર્થો તે અનેક પ્રકારના પદાર્થો ભગવાન દ્વારા આ ભગવતીસૂત્રમાં રજુ થયેલા છે. પ્રભુએ કેવી રીતે એ પદાર્થો જણાવ્યા છે? તો સૂત્રાર્થમુક્તાવલીમાં કહ્યું છે કે દ્રવ્ય ગુણ આદિથી પ્રભુએ આ પદાર્થો જણાવ્યા છે. દ્રવ્ય - ગુણ - ક્ષેત્ર - કાલ - પર્યવ - પ્રદેશ - પરિણામ, યથાસ્થિતિ ભાવ, અનુગમ નિક્ષેપ - નય પ્રમાણ ઉપક્રમ વગેરેથી પ્રભુએ આ પદાર્થો કહ્યા છે. તેમાં દ્રવ્ય = ધર્માસ્તિકાયાદિ, ગુણ = જ્ઞાન, વર્ણ વગેરે ક્ષેત્ર = આકાશ, કાલ = સમય વગેરે, પર્યવ = સ્વપર ભેદે રહેલા ધર્મો અથવા કાલકૃત જુની નવી વગેરે અવસ્થાઓ, પ્રદેશ = જેના વિભાગ ન થાય તેવા અવયવ - નિરંશ અવયવો, પરિણામ = એક અવસ્થાથી અન્ય અવસ્થામાં ગમન. યથાસ્તિભાવ = જે પ્રકારે જે પદાર્થનું અસ્તિત્વ છે તે, અનુગમ = સંહિતા વગેરે વ્યાખ્યા કરવાની પદ્ધતિ અથવા ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમ વગેરે દ્વારોનો સમુહ. નિક્ષેપ = નામ સ્થાપના-દ્રવ્ય અને ભાવથી પદાર્થનો ન્યાસ. નયપ્રમાણ = નય-નૈગમ વગેરે ૭. અથવા દ્રવાસ્તિક, પર્યાયાસ્તિક, જ્ઞાન, ક્રિયા, નિશ્ચય વ્યવહાર એમ બે ભેદ જાણવા તે સાતનો સમૂહ અથવા બન્નેનો સમૂહ તેના દ્વારા સમગ્રતાથી વસ્તુનું જ્ઞાન કરવું તેનું નામ-પ્રમાણ અને ઉપક્રમ = આનુપૂર્વી વગેરે. (આ બધા વ્યાખ્યાનો ભેદ પ્રભેદો દ્વારા પ્રભુવીર વડે અનેક શંકા સમાધાનો અને શ્રુતના પદાર્થોની વ્યાખ્યા જેમાં કરી છે. તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામનું પાંચમું અંગ છે. રા. अथ षष्टाङ्गवक्तव्यतां निदर्शयति ज्ञाताधर्मकथासु संयमप्रतिज्ञापालने दुर्बलानां घोरपरीषहपराजितानां विषये गार्थेन विराधितज्ञानादीनां परिभ्रमणं व्यावर्ण्यते ॥१३॥ ज्ञातेति, ज्ञातानि-उदाहरणानि, तत्प्रधाना धर्मकथाः, अथवा प्रथमश्रुतस्कन्धः ज्ञाताभिधायकत्वात् ज्ञातानि, द्वितीयस्तु धर्मकथाभिधायकत्वाद्धर्मकथाः, ततश्च ज्ञातानि च धर्मकथाश्च ज्ञाताधर्मकथाः, दीर्घत्वं संज्ञात्वात्, तत्रोदाहरणभूतमेघकुमारादीनां नगरादयो व्याख्यायन्ते तथा कर्मविनयकरे विनयकरणजिनस्वामिशासनवरे प्रवचने प्रव्रजितानां संयमप्रतिज्ञापालने ये धृतिमतिव्यवसायास्तेषु दुर्बलानां तत्र धृतिश्चित्तस्वास्थ्यं मतिर्बुद्धिः, व्यवसायोऽनुष्ठानोत्साहः, एवं तपोनियमो नियंत्रितं तपः, तपउपधानं-अनियंत्रितं तपः, तत्र

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586