Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 561
________________ समवायांगसूत्र ५५५ તેમાં દર્શનાદિ ગુણમાં અધિક વ્યક્તિ વિષે સત્કાર વગેરે ૧૦ પ્રકારનો વિનય છે. તેમાં સત્કાર = વન્દન વગેરે. અભ્યસ્થાન = ગુણાધિક આવતા આસન વગેરેનો ત્યાગ કરવો. સન્માન = વસ્ત્રાદિ દ્વારા પૂજવું. આસનાભિગ્રહ = ઉભા હોય ત્યારે જ આસન લાવવા પૂર્વક આપ અહિયાં બેસો એવું કહેવું આસનાનપ્રદાન = આસનને એક ઠેકાણેથી અન્ય સ્થાને લઈ જવું. કૃતિકર્મ = (ખમાસણ પૂર્વક વંદન) અંજલિપ્રગ્રહ (હાથ જોડવા) જતા વ્યક્તિને અનુસરવું ઉભા હોય તો તેમની આજુ બાજુ બેસવું. આવતા હોય તો સન્મુખ જવું... આમ ૧૦ પ્રકારનો સત્કાર વિનય છે. તીર્થકર વગેરે ૧૫ (તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા, મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન) સ્થાનોની અનાશાતના (આશાતના ન કરવી) તેમજ તેમની ભક્તિ કરવી, બહુમાન કરવું, પ્રશંસા કરવી આમ ૧૫ x ૪ = ૬૦ પ્રકારનો અનાશાતાદિ વિનય છે.. (૬૦+૧૦=૭0) સાત પ્રકારનો ઔપચારિક વિનય - સેવા કરવાને લાયકની પાસે બેસવું (અભ્યાસાસન). છન્દોનુવર્તન = એમના મનના અભિપ્રાયને અનુસરવું. કૃતપ્રતિકૃતિ = માત્ર નિર્જરા થશે એવો ભાવ નહી પરંતુ પ્રસન્ન થયેલા આચાર્ય સૂત્રાદિ આપશે એવા ભાવથી એમને આહાર વગેરે આપવું. કારિતનિમિત્ત કરણ = સારી રીતે શાસ્ત્રપદો ભણાવ્યા હોવાથી વિશેષ રીતે એમનો વિનય કરવો એમના માટેના કાર્યો | અનુષ્ઠાન કરવા, દુઃખાર્ત ગવેષણ = (દુઃખથી પીડાયેલ હોય તો તેમને સાચવવા) બધી જ બાબતોમાં દેશકાલને અનુરૂપ જ્ઞાન અને અનુમતિ આપતી આમ ૭ પ્રકારનો ઔપચારિક વિનય છે ૭૦+૭ = ૭૭. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ આ દશનું વૈયાવૃજ્ય કરવું... તેમાં પ્રવ્રાજનાચાર્ય, દિગાચાર્ય, ઉદેશાચાર્ય સમુદેશાચાર્ય, વાચનાચાર્ય આમ આચાર્યના પાંચ ભેદ છે તેથી આચાર્ય પ+૯ = ૧૪ નું વૈયાવૃત્ય કરવું. આ વિનયને વૈયાવૃજ્યના અભિગ્રહ વિશેષ ધારણ કરવા તે જ પ્રતિમા કહેવાય છે. ૭૭૧૪ = ૯૧ – ૧૦૬૦+૭+૧૪ = ૯૧ વિનય વૈયાવૃજ્યના ભેદો છે તેના અભિગ્રહ વિશેષ જ ૯૧ તે પ્રતિમા કહેવાય છે. ૧૮Oા. प्रतिमाप्रस्तावादाहद्विनवतिभेदाः प्रतिमाः ॥८१॥ द्वीति, समाध्युपधानविवेकप्रतिसंलीनतैकाकिविहारप्रतिमाभेदतः पञ्च प्रतिमाविशेषाः, श्रुतसमाधिचारित्रसमाधिप्रतिमाभेदतः प्रथमा प्रतिमा द्विधा, तत्र श्रुतप्रतिमा द्विषष्टिभेदा, आचारे

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586