Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 559
________________ समवायांगसूत्र ५५३ મેરુના પૂર્વીય છેડાથી જંબુદ્વીપનો છેડો ૪૫ હજાર યોજન છે. અને ત્યાર બાદ લવણસમુદ્રને ૪૨ હજાર યોજન અવગાહીને વેલંધર નાગરાજનો આવાસ પર્વત ગોસ્તંભ છે. (અર્થાત્ લવણસમુદ્રમાં ૪૨૦૦૦ યોજના ગયા પછી આ પર્વત છે) આ ગોટૂભ પર્વત એક હજાર યોજનના વિષ્કલ્પ (પહોળાઈ) વાળો છે. તેથી આ બાજુના પશ્ચિમ છેડાથી એનો પૂર્વીય છેડો બીજા ૧ હજાર યોજન ઉમેરવાથી પ્રાપ્ત થાય છે માટે ૮૭ માં ૧ ઉમેરવાથી ૮૮ હજાર યોજને એનો અંતિમ છેડો (પૂર્વ તરફનો) આવે છે. ll૭૭થી मेरौ ऋषभेति शाश्वतनामभृन्मूर्तेः सत्त्वात्तत्संबन्धादृषभनिर्वाणकालमाहऋषभजिनोऽवसर्पिणीसुषमदुःषमायामेकोननवतिपक्षशेषे संसारादुपरतः ॥७८॥ ऋषभेति, ऋषभोऽर्हन्नैकं वर्षसहस्रं छद्मस्थपर्यायं पूरयित्वैकं पूर्वलक्षं वर्षसहस्रोनं केवलिपर्यायं प्राप्य चतुरशीतिपूर्वलक्षाणि सर्वायुरुपभुज्य माघमासकृष्णपक्षत्रयोदशीदिने दशभिरनगारसहस्रैः सार्धं संपरिवृतोऽष्टापदशैलशिखरे चतुर्दशेन भक्तेनापानकेन पद्मासनेन निषण्णोऽस्यामवसर्पिण्यां सुषमदुःषमायामेकोननवतिपक्षेषु शेषेषु नक्षत्रेणाभिजिता योगमुपागते चन्द्रे पूर्वाह्नकालसमये कालं गतः सर्वदुःखप्रहीणो जातः ॥७८|| મેરુ પર્વત ઉપર ઋષભ એવા શાશ્વત નામને ધારણ કરનાર પ્રભુની મૂર્તિ હોવાથી તે સંબંધથી ઋષભપ્રભુના નિર્વાણ કાલ કહે છે. (૮૯ માં સમવાયમાં) (આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર) શ્રી ઋષભદેવ અરિહંત એક હજાર વર્ષનો છદ્મસ્થ પર્યાય પૂર્ણ કરી એક હજાર વર્ષ જૂન ૧ લાખ પૂર્વનો કેવલિ પર્યાય પાળીને ૮૪ લાખ પૂર્વનું સયુષ્ય ભોગવી મહા મહિનાની કૃષ્ણપક્ષની ૧૩ ના દિવસે ૧૦,૦૦૦ સાધુ સાથે પરિવરેલા અષ્ટાપદ પર્વતના શિખર ઉપર ૬ દિવસ નિર્જલા ઉપવાસ દ્વારા પદ્માસનમાં બેઠેલા આ અવસર્પિણીના સુષમદુષના નામના ૩ જા આરાના ૮૯ પખવાડીયા બાકી રહ્યું છતે અભિજિતુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવે છતે પૂર્વાર્ણકાલમાં કાલ પામી સર્વ દુઃખથી મુક્ત બની ગયા. li૭૮ तीर्थंकरसाम्यात्तद्विशेषमाह अजितस्य शान्तिनाथस्य च गणा गणधराश्च नवतिर्नवतिवर्षाणि च स्वयम्भुवो વિનય: ૭ अजितस्येति, सुगमम्, स्वयम्भूरस्यामवसर्पिण्यां जातस्तृतीयो वासुदेवस्तस्य नवतिवर्षाणि पृथिवीसाधनव्यापारः ॥७९।। તીર્થકર તરીકે સમાનતા હોવાથી અન્ય તીર્થકરોની પણ (૯૦ મા સમવાયમાં) કંઈક વિશેષ વાત કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586