________________
४४१.
ઠાણાંગ આદિ આગમ ગ્રંથોના તેઓ શ્રીમદે સકલશ્રી સંઘમાં રહસ્યોદ્ઘાટન કર્યુ. તેઓ શ્રીમમાં રહેલી અપૂર્વ શ્રુતભક્તિ તથા ઔદાર્યના સમર્થક આથી વિશેષ તો કયા પ્રસંગો હોઇ શકે ?
મૂળ સમવાયાંગ આગમ જેવો બહોળો વિસ્તાર અહીં પ્રસ્તુત સૂત્રાર્થમુક્તાવલિમાં નથી, પરંતુ અન્ય ચાર આગમ ગ્રંથોની જેમ અહીં પણ પૂજ્યપાદ્ દાદાગુરૂદેવશ્રીએ મહત્વના સાર ભૂત પદાર્થોને સંગ્રહીત, સંકલિત કર્યા છે. જેની રજુઆત તેઓ શ્રીમદે લખેલી આજ ગ્રંથની પ્રસ્તાવનામાં કહી છે.
તત્વાર્થ સૂત્ર તથા તેના ભાષ્ય જેવી લાગતી આ ગ્રંથની પણ રચનાશૈલી વિદ્ધજ્જનોને પદાર્થોપસ્થિતિ માટે તથા જિજ્ઞાસુજનોને પદાર્થબોધ માટે અવશ્યમેવ ઉ૫કા૨ક બનશે જ એ વાત નિઃસંદેહ છે.
શાસ્ત્રોના સર્જન કે અનુવાદ માટે આવશ્યક જણાતા બે પાયાના ગુણો, એક પ્રૌઢ મતિ... અને બીજી પ્રાગ્ધલ અભિવ્યક્તિ આ બંને ખૂબીઓના સ્વામી પૂજ્યપાદ ભવોષિતારક ગુરુ મહારાજશ્રી અજિતયશસૂરીશ્વરજી મહારાજા દ્વારા શ્રી સંઘના કરકમલમાં અનુવાદિત થઇ અર્પણ કરાયેલી આ ગ્રંથ અંતર્ગત ‘શ્રી સમવાયમુક્તાસરિકા' વિદ્વજ્જગતમાં સ્તુત્ય, આદરણીય તથા મનનીય બનશે જ એ નિ:સંશય છે.
પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના દિગ્ગજ પટ્ટધર બહુશ્રુત ગીતાર્થ પૂજ્યપાદ ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે બાલ્યવયે સિદ્ધિગિરિ તીર્થાધિરાજમાં સંયમ પ્રાપ્ત કરી તેઓ શ્રીમદ્ના અપૂર્વશ્રુતનો વારસો પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પામનારા, વિદ્વર્ય અધ્યાત્મમૂર્તિ પૂજ્યપાદ ગુરૂભગવંત આચાર્ય ભગવંત શ્રી અજિતયશસૂરીશ્વરજી મહારાજાને, શ્રી લબ્ધિ-ભુવનતિલક-ભદ્રંકરસૂરીશ્વર પટ્ટાલંકાર, સંયમ, સારણ્ય અને સૌભાગ્યના નિર્મલ પ્રવાહે નિજ જીવનને રમણીય તીર્થરૂપ બનાવનારા પૂજ્યપાદ્ આચાર્યદેવશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા તથા શ્રુતભક્તિપરાયણ પૂજ્ય ગણિવર્યશ્રી વિક્રમસેનવિજયજી મહારાજનુ સમવાયમુક્તાસરિકાનો ગુર્જર અનુવાદ કરવા માટે આત્મીય આમંત્રણ મળ્યું.
અનેકવિધ વ્યસ્તતા વચ્ચે પણ આ આમંત્રણ સામે આનાકાની ન કરી શકનારા પૂજ્ય ગુરૂભગવંતે સમય કાઢી કાઢીને પણ આ અનુવાદ પૂર્ણ કર્યો.
શ્રી લબ્ધિ-વિક્રમ પટ્ટરત્ન સમતાનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશિર્વાદથી તથા શ્રી લબ્ધિ-વિક્રમ પટ્ટાલંકાર સંયમનિધિ પૂજ્યપાદ્ આચાર્ય ભગવંતશ્રી પદ્મયશસૂરીશ્વરજી મહારાજાની મંગલ પ્રેરણાથી કરાયેલો આ અનુવાદ ગુરુભગવંતની વિરલ શ્રુતભક્તિ અને શ્રુત અભિવ્યક્તિના સંવાદ રૂપ બનો...
પ્રાન્તે પૂજ્યશ્રી હજુ પણ ઝળહળતા શ્રુત વારસાને વરસતા વરસાદની જેમ ખૂબ ખૂબ વરસાવો... એજ મંગલ પ્રાર્થના સહ વિરમું છું.
ગુરુકૃપાકાંક્ષી મુ. સંસ્કારયશવિજય દીપાવલી પર્વ-ગુરુ પર્વ દિન...