________________
४०६
अथ स्थानमुक्तासरिका
तत्सुखमेव, आनन्दरूपत्वात्सन्तोषस्य, उक्तञ्च 'आरोग्गसारियं माणुसत्तणं सच्चसारिओ धम्मो । विज्जा निच्छियसारा सुहाई संतोससाराई ॥' इति, अस्तित्वं येन येन यदा यदा प्रयोजनं तदा तदा तस्य सत्त्वम् अस्यानन्दहेतुत्वात्सुखरूपता, शुभभोगः अनिन्दिता विषयेषु भोगक्रिया सा सुखमेव सातोदयसम्पाद्यत्वात् निष्क्रमः अविरति-जम्बालान्निष्क्रमणं प्रव्रज्येत्यर्थः भवस्थानां हि निष्क्रमणमेव सुखं निराबाधस्वायत्तानन्दरूपत्वात् शेष सुखानि च दुःखप्रतीकारमात्रत्वात्सुखाभिमानजनकत्वाच्च न तत्त्वतः सुखं भवतीती । अनाबाधं-जन्मजरामरणक्षुत्पिपासाद्याबाधारहितं सर्वोत्तमं मोक्षसुखमित्यर्थः ॥२२४।।
પૂર્વે ઉદય પામેલાઓને ક્યારેય સુખ નથી આથી હવે સુખને કહે છે.
દશ પ્રકારના સુખ છે... (૧) આરોગ્ય, (૨) દીર્ધાયુ, (૩) આત્યતા, (૪) કામ, (૫) ભોગ, (૬) સંતોષ, (૭) અસ્તિત્વ, (૮) શુભ ભોગ, (૯) નિષ્ક્રમણ તથા (૧૦) અવ્યાબાધ.
આરોગ્યેતિઃ- (૧) આરોગ્ય = નિરોગીપણું. (૨) દીર્ધાયુ = શુભ એવું લાંબાકાળ સુધીનું જીવન. (૩) આયત્વ = ધનનું સ્વામિત્વ તે સુખનું કારણ હોવાથી સુખ કહેવાય. અથવા ધનાઢ્યો વડે કરાતી પૂજા તે આદ્યતં. (૪) કામ = શબ્દ અને રૂપલક્ષણ કામ તે સુખનું કારણ હોવાથી સુખ છે. (૫) ભોગ = ગંધ-રસ અને સ્પર્શરૂપ ભોગો આશ્લેષપૂર્વકના સુખના કારણરૂપ હોવાથી સુખ છે. (૬) સંતોષ = અલ્પ ઇચ્છાપણું તે પણ સુખ છે. કારણ કે સંતોષ આનંદરૂપ છે. કહ્યું છે કે – મનુષ્યપણાનો સાર આરોગ્ય છે, ધર્મનો સાર સત્ય છે, વિદ્યાનો સાર નિશ્ચય છે, અને સુખનો સાર સંતોષ છે, એ પ્રમાણે. (૭) અસ્તિત્વ = જે-જે વસ્તુનું જ્યારે-જયારે પ્રયોજન પડે ત્યારે ત્યારે તેની વિદ્યમાનતા આનંદનો હેતુ હોવાથી સુખરૂપ છે. (૮) શુભ ભોગ = અનિંદિત વિષયોમાં જે ભોગની ક્રિયા તે સાતાના ઉદયથી પ્રાપ્ત થતી હોવાથી સુખરૂપ છે. (૯) નિષ્ક્રમણ = અવિરતિરૂપ કાદવમાંથી બહાર નીકળવું તે પ્રવ્રયા. સંસારમાં રહેલા જીવોને દીક્ષા જ સુખરૂપ છે, કારણ કે દીક્ષા બાધારહિત, સ્વાધીન અને આનંદરૂપ છે. બાકીના સુખો દુઃખના પ્રતીકાર માત્રથી સુખના અભિમાનને પેદા કરનાર હોવાથી વાસ્તવિક સુખરૂપ નથી. (૧૦) અનાબાધ = જન્મ-જરા-મરણ-સુધા-તરસ વિગેરે પીડાથી રહિત સર્વોત્તમ મોક્ષ સુખ છે... એ પ્રમાણે જાણવું. //ર ૨૪
निष्क्रमणसुखं हि चारित्रसुरवं तच्चानुपहतमनाबाधसुखाय, अत: चारित्रस्यैतत्साधनस्य भक्तादेर्शानादेश्वोपघातकं निरूपयति
उद्गमोत्पादनैषणापरिकर्मपरिहरणाज्ञानदर्शनचारित्राप्रीतिकसंरक्षणविषय उपघातो વિશુદ્ધિ8 રરકા