________________
स्थानांगसूत्र
२४३
જાતિ અને શીલના યોગથી... જાતિ અને ચારિત્રના યોગથી... તથા કુલ અને બલના યોગથી... કુલ અને રૂપના યોગથી... (પાંચ દ્વિક સંયોગ)
કુલ અને શ્રુતના યોગથી... કુલ અને શીલના યોગથી... કુલ અને ચારિત્રના યોગથી...
આ પ્રમાણે ચતુર્ભગીરૂપ પુરૂષો જાણવા. તથા બલ અને રૂપ, બલ અને શ્રુત, બલ અને શીલ, બલ અને ચારિત્ર. (ચાર દ્વિક સંયોગ)
તથા રૂપ અને શ્રત, રૂપ અને શીલ, રૂપ અને ચારિત્ર. (ત્રણ દ્ધિક સંયોગ) તથા શ્રત અને શીલ, શ્રત અને ચારિત્ર. (બે દ્વિક સંયોગ) તથા શીલ અને ચારિત્ર. (એક દ્વિક સંયોગ) દ્વિક સંયોગ ૨૧-૨૧ ચતુર્ભગી થાય. /૧૧૭. पुनः पुरुषाश्रयेणाहआत्मपराभ्यां वैयावृत्त्येतत्कर्तृत्वप्रतीच्छाभ्यां च ॥११८॥
आत्मेति, कश्चित्पुरुष आत्मवैयावृत्त्यमेव करोति न परस्य, अलसो विसम्भोगिको वा, परस्यैव वैयावृत्त्यकरः स्वार्थनिरपेक्षः, स्वपरवैयावृत्त्यकरः स्थविरकल्पिकः कोऽप्युभयनिवृत्तोऽनशनविशेषप्रतिपन्नकादिः । वैयावृत्त्यं करोत्येवैको नेच्छति निःस्पृहत्वात्, अन्यः प्रतीच्छत्येव आचार्यत्वग्लानत्वादिना, अपरः करोति प्रतीच्छति च स्थविरविशेषः, उभयनिवृत्तोऽन्यो जिनकल्पिकादिः ॥११८।।
વૈયાવૃજ્યની અપેક્ષાએ ચતુર્ભાગી... (૧) કોઈ પુરૂષ પોતાની સેવા કરે છે બીજાની નહીં. દા.ત. આળસુ કે વિસંભોગિક. (૨) કોઈ પુરૂષ બીજાની સેવા કરે છે. સ્વયંની નહીં. (૩) કોઈ પુરૂષ પોતાની સેવા કરે છે... બીજાની પણ કરે છે. (સ્થવિર કલ્પિક)
(૪) પોતાની પણ સેવા કરતો નથી.. બીજાની પણ કરતો નથી. દા.ત. અનશન વિશેષને અંગીકાર કરનાર. જિનકલ્પી સાધુ વિ.
અન્ય ચતુર્ભગી :(૧) કોઈ પુરૂષ વૈયાવચ્ચ કરે પણ અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર કરતા નથી.
(૨) કોઈ પુરૂષ વૈયાવચ્ચ કરતાં નથી પણ અન્યની વૈયાવચ્ચનો સ્વીકાર કરે છે. આચાર્ય અથવા ગ્લાનપણાના કારણે વૈયાવચ્ચ ઈચ્છે છે.
(૩) કોઈ પુરૂષ અન્યની વૈયાવચ્ચ કરે અને બીજાની વૈયાવચ્ચનો સ્વીકાર પણ કરે. દા.ત. વિર વિશેષ.