________________
११३
स्थानांगसूत्र
તે ભાવેન્દ્ર બે પ્રકારે છે. (૧) આગમથી (૨) નો આગમથી. આગમથી ભાવેન્દ્ર - ઇન્દ્ર શબ્દના જ્ઞાનના ઉપયોગ સહિત જે જીવ તે ભાવે. પ્રશ્ન :- ઇન્દ્રના ઉપયોગ માત્રથી ભાવેન્દ્રમયપણું કેમ જણાય છે ?
કારણ કે અગ્નિના જ્ઞાનના ઉપયોગવાળો માણવક અગ્નિ ન કહેવાય કેમ કે માણવકમાં દહન (બાળવું), પચન (પકાવવું) અને પ્રકાશ વગેરે અર્થક્રિયાના સાધકપણાનો અભાવ છે. અગ્નિની જેમ માણવક બાળતો નથી, પકાવતો નથી, પ્રકાશ આપતો નથી.
જવાબ:- એમ કહેવું યોગ્ય નથી. કારણ કે અભિપ્રાય, આશય જાણ્યો નથી. સંવિત્, જ્ઞાન, અવગમ, અને ભાવ આ બધા શબ્દો એકાર્યવાચક છે. પદાર્થ, શબ્દ અને જ્ઞાન આ ત્રણે તુલ્યમાનવાળા છે. ઘટ પદાર્થનું નામ ઘટ છે. ઘટ શબ્દનું નામ ઘટ છે. ઘટ જ્ઞાનનું નામ પણ ઘટ છે. માટે સર્વદર્શનવાળાઓને વિસંવાદનું સ્થાન નથી અર્થાત્ સર્વસંમત છે. જેમ આ શું છે? ઘડો. આ પદાર્થ કોણ છે? ઘડો. આ શું કહે છે? ઘટ શબ્દને.
આનું શું જ્ઞાન ? ઘડો છે. અગ્નિ એ જે જ્ઞાન, તેનો જાણનાર અભિન્ન છે.
તે જ્ઞાતાનું (જાણનારનું) અગ્નિના ઉપયોગરૂપ લક્ષણ ગ્રહણ કરાય છે. અન્યથા (નહીં તો). જ્ઞાન ને જ્ઞાતા જુદા માનો તો અગ્નિનું જ્ઞાન છતે પણ જ્ઞાતા નહીં જાણી શકે. કારણ કે હાથમાં દીવો છે અને આંધળો છે એટલે દીવાવાળા આંધળાની જેમ અથવા બીજા પુરૂષની જેમ તન્મયપણું નથી.
વળી જ્ઞાન, જ્ઞાતાથી જો ભિન્ન હોય તો આત્માને બંધ વિગેરેનો અભાવ થાય.
જ્ઞાન અનાકાર નહીં કહેવાય. કારણ કે અન્ય પદાર્થની જેમ વિવક્ષિત પદાર્થને જાણવાના અભાવનો પ્રસંગ હોય છે.
વળી જ્ઞાન, જ્ઞાતાથી જો ભિન્ન હોય તો જેમ જ્ઞાન, અજ્ઞાન, સુખ અને દુઃખ વગેરે પરિણામથી ભિન્ન હોવાથી (જેમ આકાશને બંધ વગેરે થતા નથી) આત્માને બંધ વગેરે નહીં થાય.
બધા ય અગ્નિ દહનાદિ અર્થક્રિયાના સાધક થતા નથી. કારણ કે ભસ્મથી ઢાંકેલ અગ્નિ વડે વ્યભિચાર દોષ આવે છે. અર્થાત્ આચ્છાદિત અગ્નિ બાળતો નથી.
નો આગમથી ભાવેન્દ્ર - ઇન્દ્રના નામકર્મ અને ગોત્રકર્મને અનુભવતો થકો પરમ ઐશ્વર્યનું પાત્ર છે. કારણ કે “નો' શબ્દ અહીં સર્વથા નિષેધાત્મક નથી. તે કારણથી તેમાં ઇન્દ્રપદાર્થનું જ્ઞાન, ઈન્દ્રના વ્યવહારના સંબંધ વડે વિવક્ષિત નથી. ઇન્દ્રની ક્રિયાની જ વિવલા હોવાથી અથવા તથાવિધ જ્ઞાન અને ક્રિયા સહિત જે પરિણામ તે કેવળ આગમ જ નહીં, તેમ કેવળ અનાગમ પણ નહીં.