________________
स्थानांगसूत्र
७५ देवेति, अनुक्षणं चयापचयाभ्यां विनश्यतीति शरीरं तत्र देवानां नारकाणाञ्च कार्मणं वैक्रियश्च भवतः, कार्मणशरीरनामकर्मोदयनिर्वर्त्यमशेषकर्मणां प्ररोहभूमिराधारभूतं संसार्यात्मनां गत्यन्तरसंक्रमणे साधकतमं कार्मणं तच्चाभ्यन्तरमुच्यते, आभ्यन्तरत्वञ्च तस्य जीवप्रदेशैः सह क्षीरनीरन्यायेन लोलीभवनात्, भवान्तरगतावपि जीवस्यानुगमनस्वभावत्वादपवरकाद्यन्त:प्रविष्टपुरुषवदनतिशयिनामप्रत्यक्षत्वाच्च । वैक्रियञ्च बाह्यम्, बाह्यता चास्य जीवप्रदेशः कस्यापि केषुचिदवयवेष्वव्याप्तेर्भवन्तराननुयायित्वान्निरतिशयानामपि प्राय: प्रत्यक्षत्वाच्च । पृथिव्यादीनान्तु बाह्यमौदारिकमौदारिकशरीरनामकर्मोदयादुदारपुद्गलनिर्वृत्तम्, । तत्रैकेन्द्रियाणां केवलमस्थ्यादिविरहितं वायूनां वैक्रियं यत्तन्न विवक्षितं प्रायिकत्वात् । विग्रहगतिर्वक्रगतिः, यदा विश्रेणिव्यवस्थितमुत्पत्तिस्थानं गन्तव्यं भवति तद्गति समापन्नानां तैजसकार्मेण द्वे शरीरे भवतः शरीररस्य चोत्पत्ती रागेण द्वेषेण चेति द्विस्थानैर्भवतीति ॥१९॥
હવે ચોવીશ દંડકને આશ્રયીને બે પ્રકારે શરીર કહે છે. પ્રતિક્ષણ ચય વૃદ્ધિ) અને અપચય (હાનિ) વડે નાશ પામે તે શરીર. તેમાં દેવો અને નારીઓને કાર્પણ અને વૈક્રિય આ બે શરીર હોય છે.
કાર્પણ શરીર:- કાર્પણ શરીર નામ કર્મના ઉદયથી થવા યોગ્ય સઘળા કર્મોની ઉત્પન્ન થવાની આધારરૂપ ભૂમિ તથા સંસારી જીવોને બીજી ગતિમાં જવામાં અતિશય સહાયક શરીર તે કાર્પણ શરીર. તે કાર્પણ શરીર અત્યંતર કામણ શરીર છે.
પ્રશ્ન:- આ કામણ શરીર અત્યંતર કેમ કહેવાય છે?
ઉત્તર :- આ કાર્મણ શરીર જીવના પ્રદેશો સાથે ક્ષીર-નીરના ન્યાયથી એક થઈ જતું હોવાથી અત્યંતર કહેવાય છે... અને ભવાંતર (બીજા ભવમાં) જતા જીવની સાથે તે પણ જાય છે. જીવની સાથે જવાનો સ્વભાવ હોવાથી ઓરડાદિમાં પ્રવેશ કરેલા પુરૂષની જેમ અનતિશય જ્ઞાનવાળાને અપ્રત્યક્ષ હોવાથી અત્યંતરપણું છે.
વૈક્રિય શરીર - વૈક્રિય બાહ્ય શરીર છે. આ શરીરની બાહ્યતા જીવ પ્રદેશોની સાથે કોઈના પણ કોઈ પણ શરીરના કેટલાક અવયવોમાં અવ્યાપ્તપણું હોવાથી, ભવાંતરમાં સાથે ન જવાથી, અતિશય જ્ઞાન વિનાનાને પણ પ્રાયઃ પ્રત્યક્ષ છે માટે છે.
પૃથ્વીકાય આદિને તો બાહ્ય ઔદારિક છે. ઔદારિક શરીર નામકર્મના ઉદયથી ઉદાર પુદ્ગલો વડે થયેલ તે ઔદારિક છે.
તેમાં એકેન્દ્રિયોને કેવળ હાડકા આદિથી રહિત. વાયુકાયને જે વૈક્રિય છે તે પ્રાયિક હોવાથી વિવક્ષિત નથી કરેલ. વિગ્રહગતિ = વક્રગતિ. જયારે વિશ્રેણીમાં રહેલા ઉત્પત્તિસ્થાને જવાનું હોય ત્યારે તે ગતિને-વિગ્રહગતિને પ્રાપ્ત થયેલાને તૈજસ-કાર્પણ બે શરીર હોય છે.