________________
अथ स्थानमुक्तासरिका
पीडयोदीरयन्ति, अप्राप्तावसरं सदुदये प्रवेशयन्ति, उदीरितं सद्विपाकतोऽनुभवन्ति प्रदेशेभ्यः શાટ્યન્તિ = "ફરા
જીવોના બદ્ધ અને મુક્ત એમ બે ભેદ છે. બદ્ધ એટલે કર્મથી બંધાયેલ અને મુક્ત એટલે કર્મથી રહિત (છુટેલ) તેમાં બદ્ધની અપેક્ષાએ બંધના બે પ્રકાર કહે છે.
९४
જીવોને બે સ્થાનક દ્વારા પાપ કર્મનો બંધ થાય છે. (૧) રાગનિમિત્ત (૨) દ્વેષનિમિત્ત = દ્વેષથી.
=
રાગથી,
રાગ એ માયા અને લોભ કષાયરૂપ છે. દ્વેષ એ ક્રોધ અને માન કષાયરૂપ છે. બંધ :- આ બે કારણથી અશુભ ભવના કારણરૂપ પાપકર્મનો બંધ થાય છે. પ્રશ્ન :- મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચારે કર્મબંધના કારણ હોવા છતાં માત્ર કષાયોને જ કર્મબંધના કારણપણે કેમ કહ્યા ?
ઉત્તર ઃ- વાત સાચી છે - યુક્ત છે. પરંતુ કષાયોનું પાપ કર્મના બંધ પ્રતિ પ્રાધાન્ય જણાવવા માટે તે પ્રમાણે કહ્યું છે.
તેઓની મુખ્યતા સ્થિતિ અને રસના પ્રકર્ષનું કારણ હોવાથી છે. સ્થિતિબંધ અને અનુભાગ (રસ) બંધ કષાયથી જીવ કરે છે. કષાયથી ગાઢ બંધ થાય છે... અથવા અત્યંત અનર્થને કરનાર હોવાથી કષાયોનું પ્રધાનપણું છે. અથવા બે સ્થાનકોનો અનુરોધ હોવાથી આ સૂત્રમાં દેશથી બંધ હેતુ કહ્યો છે.
બે સ્થાનથી બાંધેલા પાપકર્મની જીવ બે પ્રકારની વેદનાથી ઉદીરણા કરે છે. તે વેદના બે પ્રકારે છે. (૧) આલ્યુપગમિક વેદના, (૨) ઔપક્રમિક વેદના.
આ વેદનાથી જીવ કર્મોની ઉદીરણા કરે છે, વિપાકથી તેનો અનુભવ કરે છે, અને પ્રદેશોથી નિર્જરા કરે છે - ખપાવે છે.
આલ્યુપગમિકી વેદના :- અભ્યપગમ એટલે સ્વીકાર, અંગીકાર. સ્વીકારથી થયેલી વેદના અથવા સ્વીકા૨ ક૨વામાં થયેલી વેદના. તે આભ્યપગમિકી વેદના છે.
તે મસ્તકનો લોચ કરવાથી તથા તપ-આચરણાદિથી થયેલી વેદના છે. સ્વેચ્છાથી કર્મની ઉદીરણામાં કારણથી થયેલ વેદના છે.
--
ઔપક્રમિક વેદના :- કર્મની ઉદીરણાના કારણથી થયેલી અથવા કર્મની ઉદીરણામાં થયેલી વેદના તે ઔપક્રમિકી વેદના છે.
તે
તાવ, અતિસાર આદિ રોગથી થયેલ પીડાથી ભોગવે છે તે ઔપક્રમિકી વેદના. ઉદીરણા :- ઉદીરણા એટલે અવસર પ્રાપ્ત ન થવા છતાં ઉદયમાં જે લાવે તેને ઉદીરણા કહેવાય છે.