________________
अथ स्थानमुक्तासरिका કર્મોની નિર્જરામાં તો દેશથી કે સર્વથી, ભવાંતરમાં કે મોક્ષે જતા જીવને શરીરમાંથી નીકળવું થાય છે તે કહે છે –
શરીરને દેશથી સ્પર્શીને કે સર્વથી સ્પર્શીને આત્મા નીકળે છે. એવી રીતે દેશથી કે સર્વથી શરીરને ફરકાવીને (કંપાવીને), દેશથી કે સર્વથી શરીરને ફોડીને - નાશ કરીને આત્મા નીકળે છે. તેવી રીતે દેશથી કે સર્વથી શરીરને સંકોચીને, જીવ પ્રદેશોથી જુદું કરીને જીવ શરીરમાંથી નીકળે છે.
તે આ પ્રમાણે સમજવું કે – દેશથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે, સર્વથી પણ આત્મા શરીરને સ્પર્શીને નીકળે છે. આ દેશથી:- મરણકાલે જીવ કેટલાક પ્રદેશ વડે કેટલાક પ્રદેશોને ઈલિકાગતિ વડે ઉત્પત્તિસ્થાનમાં જતાં શરીરથી બહાર કાઢેલા હોવાથી શરીરને સ્પર્શીને નીકળે છે. તે દેશથી સ્પર્શ કરીને અથવા અડકીને મરણકાલે શરીરથી નીકળે છે
સર્વથી - જીવના સર્વ પ્રદેશો વડે કંદુક (દડા) જેવી ગતિ વડે ઉત્પત્તિસ્થાને જતાં જીવ શરીરથી પ્રદેશોને બહાર નહીં કાઢેલ હોવાથી સર્વપ્રદેશો વડે સ્પર્શીને નીકળે છે. અથવા દેશથી કહ્યું છે ત્યાં પણ દેશથી અને સર્વથી પણ આ બંને અપેક્ષા છે તેમ સમજવું. એટલે દેશથી અને સર્વથી શરીરને સ્પર્શ કરીને જીવ નીકળે છે. આવો અર્થ કરીએ ત્યારે – બીજા અવયવોમાંથી પ્રદેશોને સંકોચીને દેશથી શરીરના દેશને એટલે કે પગ વગેરેને સ્પર્શ કરીને (અવયવના અંતર વડે પ્રદેશના સંકોચથી) જીવ નીકળે છે. તે સંસારી જીવ જાણવા.
સર્વથી :- સર્વ કહ્યું છે ત્યાં પણ સર્વથી અને દેશથી પણ બંને અપેક્ષા છે. સર્વ શરીરને પણ સ્પર્શ કરીને નીકળે છે તે સિદ્ધ જાણવા.
આત્મા વડે શરીરનો સ્પર્શ કરતે છતે ફુરણા (કંપન) થાય છે માટે પૃષ્ટવા પછી સર્વ કહ્યું છે.
દેશથી સ્પન્દન-સ્કુરણ :- ઈલિકા = ઈયળ જેવી ગતિના સમયે કેટલાક આત્મપ્રદેશોને કંપાવીને જીવ નીકળે છે. તથા સર્વ આત્મપ્રદેશો વડે ગંદુક-દડાની જેવી ગતિકાલમાં સર્વ શરીરને કંપાવીને નીકળે છે. અથવા દેશથી શરીરના દેશને ફોડીને પગ આદિથી નીકળવાના સમયે દેશથી કંપન હોય છે.
સર્વથી સંપૂર્ણ શરીરને ફરકાવીને સર્વ અંગથી નીકળવાના સમયે સર્વથી કંપન હોય છે.
ફુરણથી સાત્મકત્વ = આત્મપણું ફુટ = પ્રગટ થાય છે માટે સ્પન્દન પછી સ્ફટ કહે છે. આત્માના દેશથી શરીરને સચેતનપણાથી હુરણ લિંગથી પ્રગટ કરીને ઈલિકાગતિમાં છે.