________________
- ૧૦૦
अथ स्थानमुक्तासरिका
આ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રોની ગણત્રી કરાય છે. અદ્ધા :- અદ્ધા પલ્યોપમ અને અદ્ધા સાગરોપમના પણ બે ભેદ છે. (૧) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને (૨) બાદર અદ્ધા પલ્યોપમ.
વિશેષ એ છે કે – સો સો વર્ષ પૂર્વોક્ત વાલાઝને કાઢવાથી બાદર અદ્ધા પલ્યોપમ અને વાલાઝના અસંખ્યાત ખંડને સો સો વર્ષે કાઢવાથી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ થાય છે.
અને સાગરોપમ પૂર્વોક્ત રીતે થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ વડે નારકાદિની સ્થિતિ - આયુષ્યનું ભાન કરાય છે. ક્ષેત્ર - ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમના પણ બે ભેદ છે. (૧) સૂક્ષ્મ અને (૨) બાદર.
વિશેષ એ છે કે - પૂર્વોક્ત રીતે વાલાઝને ભરીને તેને સ્પર્શીને રહેલા આકાશ પ્રદેશોને પ્રતિ સમયે અપહાર કરતા જેટલા કાળે તે પલ્ય ખાલી થાય તેટલા કાળને વ્યાવહારિક બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. અને તે વાલાઝના અસંખ્યાત ખંડ વડે તે પલ્યને ભરીને, તેને સ્પર્શીને રહેલા અને અસ્પૃષ્ટ (નહીં ફરસેલા) આકાશ પ્રદેશોને પ્રતિ સમયે અપહાર કરતા જેટલા કાળે તે પલ્ય ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે.
તેમ સાગરોપમ પણ જાણી લેવું. આ ક્ષેત્ર પલ્યોપમાદિની પ્રરૂપણા માત્ર વિષયમાં જ છે.
આ ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમનો દષ્ટિવાદમાં ધૃષ્ટ અને અસ્પૃષ્ટ પ્રદેશના વિભાગ વડે દ્રવ્યના માનમાં પ્રયોજન છે એમ સંભળાય છે.
ત્રણ પ્રકારનો બાદર ભેદ પ્રરૂપણા માત્ર છે.
તે કારણથી આ આ પ્રકરણમાં ઉદ્ધાર અને ક્ષેત્ર ઔપમિકનું નિરૂપયોગીપણું હોવાથી અને અદ્ધોપમિકનું જ ઉપયોગીપણું હોવાથી સૂત્રમાં અદ્ધા એવું વિશેષણ કહેલું છે. રૂપા
जीवस्य प्रशस्ताप्रशस्तमरणे निरूपयति
वलन्मरणवशार्त्तमरणे निदानमरणतद्भवमरणे गिरिपतनतरुपतने जलप्रवेशज्वलनप्रवेशौ विषभक्षणशस्त्रपाटने मरणे चाप्रशस्ते वैहानसगृध्रस्पृष्टे पादपोपगमनभक्तप्रत्याख्यानमरणे च प्रशस्तेऽनुज्ञाते ॥३६॥
वलन्मरणेति, परीषहादिबाधितत्वात्संयमान्निवर्तमानानां मरणं वलन्मरणम्, इन्द्रियाधीनतां गतानां दीपकलिकावलोकनाकुलितपतङ्गादीनामिव मरणं वशार्त्तमरणम्, इमे द्वे मरणे निर्ग्रन्थानामुपादेयधिया भगवता न कीर्तिते न वा प्रशंसिते, एवमग्रेऽपि, ऋद्धिभोगादि