________________
अथ स्थानमुक्तासरिका भरतैरवतेषु सुषमदुःषमायाः पश्चिमे भागे नरतिरश्चाञ्चायुर्मीयते । अतः परं यः संख्यातकाल: सोऽनतिशयिनां न व्यवहारविषय इति कृत्वौपम्ये प्रक्षिप्तः स च पल्योपमादिरूप इति ॥३१॥
જીવ અને પુદ્ગલના ધર્મોને કહીને હવે સર્વ જીવાજીવાત્મક છે તે જણાવવા માટે કહી રહ્યા છે કે
સમયઃ સઘળા ય કાલ પ્રમાણમાં આદ્ય (પહેલો), પરમ (અત્યંત) સૂક્ષ્મ, અભેદ્ય, અવયવ રહિત, કમળની સો પાંખડીને ભેદવાના ઉદાહરણથી ઓળખાતો સમય છે.
કોઈ પુરુષ કહે મેં એક સાથે કમળની સો પાંખડી વીંધી. પરંતુ સોય એક પાંખડી પછી બીજી પાંખડીમાં, પછી ત્રીજીમાં જાય છે. આ કાળ એટલો સૂક્ષ્મ છે કે આપણને લાગે એક સાથે આ વીંધાઈ. આ જે સૂક્ષ્મ કાળ તે સમય કહેવાય છે.
આવલિકાઃ અસંખ્યાતા સમયના સમુદાયરૂપ આવલિકા છે. જે ક્ષુલ્લક ભવ ગ્રહણ કાલના બસોને છપ્પન ભાગે છે. અર્થાત્ ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ થાય છે.
સૂત્રમાં સમય અને આવલિકા બે કહ્યા છે. જે કાલવસ્તુ છે તે સામાન્યથી (કોઈ પણ વિવાદ વિના અવિનાનેન) જીવ છે. કારણ કે જીવનો પર્યાય છે. પર્યાય અને પર્યાયવાળાનો કથંચિત અભેદ છે. તથા પુદ્ગલાદિનો પર્યાય હોવાથી અજીવ કહેવાય છે. જીવાદિ સિવાય સમય વગેરે નથી. કારણ કે જીવ અને અજીવોની સાદિ, સપર્યવસાનાદિ જે સ્થિતિ વિશેષ છે અર્થાત્ સાદિ વગેરે ભેદવાળી જે સ્થિતિ છે તે સ્થિતિના ભેદો (વિશેષો) સમય વગેરે છે.
સ્થિતિ (સમય) વગેરે છે તે જીવ અને અજીવનો ધર્મ છે. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ નથી.
જો ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ હોય તો વિપ્રકૃષ્ટ એક અંશમાત્ર ધર્મ (વસ્તુનો) જણાવે છતે નિયત-ચોક્કસ ધર્મીના વિષયમાં સંશય જ નહીં થાય. કારણ કે તે ધર્મીના અન્ય ધર્મોથી પણ તેનો ભેદ અવિશેષ પણે છે.
. વળી અનુભવની વસ્તુ છે કે- જ્યારે કોઈક પુરુષ લીલા વૃક્ષની તરૂણ શાખાના વિસ્તારના મધ્યના અંતરથી કંઈક પણ શુક્લ વસ્તુને જુવે છે ત્યારે એમ વિચારે છે કે શું આ ધજા છે? કે બગલાની પંક્તિ છે? એ પ્રમાણે ચોક્કસ ધર્મના વિષયમાં સંશય થાય છે.
જો સર્વથા-કેવલ અભેદ હોય તો સંશય જ નહીં થાય. કારણ કે ગુણના પ્રહણથી તેનાથી અભિન્ન એવા ગુણીનું પણ પ્રહણ થાય છે. માટે સ્થિતિ આદિ સમયો જીવાજીવરૂપ છે.
આનપાન અને સ્ટ્રોક : આનપાન એટલે ઉચ્છવાસ-નિશ્વાસ (શ્વાસોચ્છવાસ) તેનો કાલ સંખ્યાતા આવલિકા પ્રમાણ છે.
સ્તોક સાત શ્વાસોશ્વાસ પ્રમાણ સ્તોક છે.