________________
स्थानांगसूत्र
(૩) બહુમાન -અંતરંગ પ્રીતિપૂર્વક ભણવું તે બહુમાન આચાર છે.
(૪) ઉપધાન :- જે તપ વડે સૂત્રાદિક ઉપ = નજીક અને ધીયતે = કરાય છે તે ઉપધાન આચાર.
(૫) અનિદ્ભવઃ- સૂત્રાદિનું ઉત્થાપન કરવું નહી. જેણે ભણાવ્યા છે તેને છુપાવવા નહીં તે અનિનવ આચાર છે.
(૬) વ્યંજન - સૂત્ર પાઠ જેવો છે તેવો બોલવો તે વ્યંજન આચાર છે. (૭) અર્થ:- સૂત્રનો યથાર્થ અર્થ કરવો તે અર્થ આચાર.
(૮) ઉભય:- સૂત્ર, અર્થ બને. સૂત્ર તેમજ અર્થ બંનેનું યથાર્થ કથન કરવું તે ઉભય આચાર છે.
આ રીતે જ્ઞાનના આઠ આચાર છે. (૨) નોજ્ઞાનાચાર - જ્ઞાનથી વિલક્ષણ (જુદો) દર્શનાદિ આચાર તે નોજ્ઞાનાચાર છે. (૨) દર્શનાચાર:- દર્શન એટલે સમ્યક્ત. તેનો આચાર આઠ પ્રકારે છે. (૧) નિઃશંકિત - નિર્ગસ્થ પ્રવચનમાં શંકાનો અભાવ તે નિઃશંકિત. (૨) નિષ્કાંક્ષિત :- અન્યદર્શનને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ તે નિષ્કાંક્ષિત. (૩) નિર્વિચિકિત્સા - ધર્મના ફલમાં સંદેહ ન થવો તે નિર્વિચિકિત્સા. (૪) અમૂઢદૃષ્ટિ - તત્ત્વોના અર્થમાં મૂઢદષ્ટિ ન થવી તે અમૂઢદષ્ટિ. (૫) ઉપબૃહણા:- ગુણવાનની પ્રશંસાપૂર્વક ગુણની વૃદ્ધિ કરવી તે ઉપબૃહણા. (૬) સ્થિરીકરણ:- ધર્મથી ચલિત થનારને ધર્મમાં સ્થિર કરવો તે સ્થિરીકરણ છે. (૭) વાત્સલ્ય :- સાધર્મિકોની સેવા-ભક્તિ કરવી તે વાત્સલ્ય. (૮) પ્રભાવના :- જિનશાસનની પ્રભાવના ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. નોદર્શનાચારઃ- ચારિત્ર આદિ તે ચારિત્રાચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રકારે છે.
ચારિત્રાચાર - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે પ્રણિધાન યોગથી યુક્ત આઠ આચાર ચારિત્રના છે.
નોચારિત્રાચાર:- તમાચાર વગેરે. તેમાં તપાચાર બાર પ્રકારનો છે. કુશલ પુરૂષોએ જોયેલ (કહેલ) અત્યંતર સહિત બાહ્ય પ્રકારના તપમાં પણ ગ્લાનિ રહિત. આજીવિકાની ઈચ્છા = આશંસા રહિત જે તપ કરે છે તે તમાચાર છે.