________________
अथ स्थानमुक्तासरिका દેવકરૂ હાથીના દાંતના આકારવાળા વિદ્યુ—ભ અને સૌમનસ નામના બે વક્ષસ્કાર પર્વત વડે ઘેરાયેલ છે.
બીજું ઉત્તરકુર ક્ષેત્ર ગંધમાદન અને માલ્યવાન પર્વત વડે ઘેરાયેલ છે.
દેવકર, ઉત્તરકુરૂ આ બંને ક્ષેત્ર અર્ધચન્દ્ર આકારવાળા છે. દક્ષિણ અને ઉત્તર દિશામાં વિસ્તારવાળા છે.
જેવી રીતે વર્ષ-ક્ષેત્રો છે તેવી રીતે વર્ષધર પર્વતો છે. મેરૂ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં બે પર્વત છે.
મેરૂ પર્વતની દક્ષિણમાં ભરત ક્ષેત્ર પછી તરત – અંતર રહિત લઘુ હિમવાનું પર્વત છે. તથા મેરૂપર્વતની ઉત્તરમાં ઐરાવત ક્ષેત્ર પછી શિખરી પર્વત છે.
બંને પર્વતો પૂર્વ અને પશ્ચિમથી લંબાઈ વડે લવણ સમુદ્ર સુધી જોડાયેલા છે. બંને પર્વતો ભરત ક્ષેત્રથી બમણા (ડબલ) વિસ્તારવાળા છે. એકસો યોજન ઊંચા છે. પચ્ચીશ જોજન જમીનમાં ઊંડા રહેલા છે.
એવી જ રીતે મેરૂ પર્વતની દક્ષિણે મહાહિમવાનું અને ઉત્તરમાં રૂક્મી પર્વત રહેલા છે.
એ જ પ્રમાણે દક્ષિણમાં નિષધ, ઉત્તરમાં નીલ પર્વત છે. તેઓની લંબાઈ, પહોળાઈ આદિ ક્ષેત્ર સમાસ આદિ ગ્રન્થથી જાણવા.
મેરૂ પર્વતની દક્ષિણમાં હેમવંત અને ઉત્તરમાં હિરણ્યવંત આ બે ક્ષેત્રમાં બે વૃત્ત વૈતાઢ્ય નામના પર્વત છે. બંને પર્વતો રજત-રૂપાય છે. ચારે તરફથી એક હજાર યોજનના પરિમાણવાળા છે. તેમાં દક્ષિણ દિશામાં હેમવંત ક્ષેત્રમાં શબ્દાપાતી અને મેરૂની ઉત્તર દિશામાં હિરણ્યવંત ક્ષેત્રમાં વિકટાપાતી નામના પર્વત છે. તે બે વૃત્ત વૈતાઢ્યમાં ક્રમથી સ્વાતિ દક્ષિણમાં અને ઉત્તરમાં પ્રભાસ નામના બે દેવ રહે છે. કારણ કે ત્યાં તેમના ભવન છે.
એ જ પ્રમાણે હરિવર્ષ ક્ષેત્રમાં ગન્ધાપાતી અને રમ્યફ વર્ષમાં માલ્યવંત પર્વત છે. ક્રમથી ગન્ધાપાતી પર્વત અરૂણદેવ અને માલ્યવંત પર્વત પધદેવથી અધિષ્ઠિત છે.
દેવગુરૂના પૂર્વ પડખે સૌમનસ અને પશ્ચિમ પડખે વિદ્યુ—ભ પર્વત છે. તે બંને અશ્વના સ્કંધ સમાન શરૂઆતમાં નમેલ અને છેડે ઊંચા છે.
ઉત્તરકુરૂમાં પશ્ચિમ બાજુ ગન્ધમાદન અને પૂર્વ બાજુ માલ્યવાન પર્વત છે.
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં બે દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. તે બે પર્વત ભરત, ઐરાવતના મધ્ય ભાગમાં પૂર્વ અને પશ્ચિમથી લવણ સમુદ્રને સ્પર્શ કરીને રહેલ છે.
તે બંને પચ્ચીસ યોજન ઊંચા, પચ્ચીસ ગાઉ ઊંડા, પચાસ યોજન પહોળા આયત સંડાણવાળા છે. સર્વ રૂપાય છે અને બંને પડખેથી બહાર કાંચન મંડનથી અંકિત છે.