________________
स्थानांगसूत्र
આ જ રીતે દેશથી અને સર્વથી આત્માનું અવભાસન-પ્રકાશવું, પ્રદ્યોતન-વિશેષ પ્રકાશવું, વિદુર્વણ-વિદુર્વણા કરવી, પરિચાર-મૈથુન સેવન, ભાષણ-બોલવું, આહાર-આહાર કરવો, પરિણમન-પરિણમવું, અનુભવવું-વેદન, પરિત્યજન-છોડવું (નિર્જરા) પણ વિચારવું.
(૧) અવભાસન = આગિયાની જેમ અંશથી અને દિપકની જેમ સર્વથી પ્રકાશે છે. અથવા અવભાસ = જાણવું. જીવ અવધિજ્ઞાન દ્વારા દેશથી અને કેવળજ્ઞાન દ્વારા સર્વથી સંપૂર્ણપણે જાણે છે.
(૨) પ્રદ્યોતન = ઉપર મુજબ જ દેશથી અને સર્વથી વિશેષ પ્રકાશે છે.
(૩) વિદુર્વણા = હાથ આદિની વિદુર્વણા કરે તો દેશથી અને આખા શરીરની વિકુવણા કરે તો સર્વથી વિમુર્વણા કહેવાય છે.
(૪) પરિચાર = મૈથુન સેવન. કોઈપણ એક યોગથી મૈથુન સેવન કરે તો દેશથી અને ત્રણે યોગો દ્વારા મૈથુન સેવન કરે તો સર્વથી કહેવાય છે.
(૫) ભાષણ = જીભ, તાલ આદિ એક સ્થાનથી ભાષા બોલવી તે દેશથી અને જીભ, તાલુ, આદિ સર્વ સ્થાનથી બોલે તો તે સર્વથી કહેવાય.
(૬) આહાર = મુખ દ્વારા આહાર ગ્રહણ કરે તે દેશથી અને સર્વાગથી ગ્રહણ કરે તો સર્વથી કહેવાય. •
(૭) પરિણમન = ગ્રહણ કરેલા આહારને ખલે, રસ, લોહી આદિ રૂપે પરિણાવવું. જઠર, આંતરડા આદિ પાચન ક્રિયાના અંગોમાં રોગ થાય અને કોઈ અંગ કામ ન કરે તો એક દેશથી ગૃહિત આહાર રસાદિરૂપે પરિણમે, રોગાદિ ન હોય તો સર્વથી પરિણમે.
(૮) અનુભવન = અનુભવ કરવો. પરિણમિત આહારના પુદ્ગલોને હાથ વગેરે અવયવ વિશેષ દ્વારા અનુભવે તે દેશથી અને સર્વ અવયવ દ્વારા અનુભવે તો સર્વથી અનુભવન કહેવાય છે.
(૯) પરિત્યજન = ત્યાગ કરવો, છોડવું. આહારિત, પરિણમિત, વેદિત આહાર પુદ્ગલોને અપાન આદિ માર્ગથી છોડે તો દેશથી અને પરસેવાદિ રૂપે સર્વ શરીરથી છોડે તો સર્વથી કહેવાય "છે. ll૨૪.
अथ जीवोपग्राहकपुद्गलधर्मानाह- .. पुद्गलानां शब्दादिसंघातविघटनपतनपरिशटनविध्वंसनादीनि स्वतः परतो वा ॥२५॥
पुद्गलानामिति, अभ्रादिष्विव स्वयमेव पुद्गलाः शब्दादितया संहन्यन्ते तत्राक्षरसम्बद्धनोअक्षरसम्बद्धभाषाशब्दः, आतोद्याद्याभूषणादि नोभाषाशब्दश्च । परप्रयत्नेनापि पुद्गलाः संहताः