________________
अथ स्थानमुक्तासरिका
આ બંને પ્રકારના દેવો હંમેશા જ્ઞાનાવરણ આદિ પાપકર્મ બાંધે છે. તેનો અબાધાકાલ પૂર્ણ થતા કલ્પાતીત દેવોને બીજા ક્ષેત્રમાં જવાનો અસંભવ હોવાથી ત્યાં જ દેવભવમાં જ વેદના અનુભવે છે.
કેટલાક દેવો દેવભવથી બીજા ભવમાં ભવાંતરમાં જ વેદના અનુભવે છે.
કેટલાક દેવો દેવના ભવમાં અને પરભવમાં બંને ભવમાં વેદના અનુભવે છે.
કેટલાક દેવો વિપાકોદયની અપેક્ષાએ આ દેવભવ તથા બીજા ભવમાં પણ વેદના અનુભવતા નથી. ૨૧॥
नारकादीनां गत्यागती निरूपयति
नारका देवा मनुष्येभ्यस्तिर्यग्भ्यो वा पृथिव्यादयः पृथिवीकायादिभ्यो नोपृथिवीकायादिभ्यो वाऽऽगच्छन्ति गच्छन्ति च तत्रैव ॥२२॥
७८
नारका इति, उदितनरकायुषो नारका मनुष्येभ्यस्तिर्यक्पञ्चेन्द्रियेभ्यो वाऽऽगत्योत्पद्यन्ते नारकत्वं परित्यजन्तश्च तत्रैव गच्छन्ति, असुरकुमारादयो देवास्तेभ्य एवागत्योत्पद्यन्ते परित्यजन्तश्च तिर्यक्षु गच्छन्ति न तु त्रिक्पञ्चेन्द्रियेष्वेपोत्पद्यन्ते, पृथिव्यादिष्वपि तदुत्पत्तेः । नोपृथिवीकायिकादिभ्य इति पृथिवीकायिकनिषेधद्वारेणाप्कायिकादयः सर्वे गृहीता द्विस्थानकानुरोधात् तेभ्यो नारकवर्जेभ्यः समुत्पद्यन्ते, गमनमपि देवनारकवर्जाप्कायादितयेति ॥२२॥
હવે નારક આદિની ગતિ અને આગતિ જણાવે છે.
નરકના આયુષ્યના ઉદયવાળા નારકો મનુષ્યમાંથી કે તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે; અને નારકપણાને છોડતા ત્યાં જ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જ જાય છે.
અસુરકુમાર આદિ દેવો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાંથી જ આવીને ઉત્પન્ન થાય છે અને દેવપણાને છોડતા તિર્યંચમાં જાય છે. પરંતુ તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે એવું નથી, પૃથ્વી આદિ (પૃથ્વી, અપ્, વનસ્પતિ)માં પણ ઉત્પન્ન થાય છે.
=
પૃથ્વી આદિ પૃથ્વીકાયાદિમાંથી અને નોપૃથ્વીકાયાદિમાંથી આવે છે અને ત્યાં જ જાય છે. અહીં ‘નોપૃથિવીકાયિકાદિભ્યઃ’માં નો નિષેધ. પૃથ્વીકાયિકના નિષેધ દ્વારા અકાયાદિ સમજવા. અહીં બે સ્થાન ગ્રહણ કરવાના છે. માટે પૃથ્વીકાય અને નોપૃથ્વીકાય (અકાયાદ) એમ બે સમજવું.
પૃથ્વી આદિનું ગમન, આગમન દેવ અને ના૨ક વર્જીને પૃથ્વી અને નોપૃથ્વીઆદિમાં છે. ।।૨૨।।