________________
अथ स्थानमुक्तासरिका
વળી જે ‘મયે શબ્દઃ' “આ શબ્દ છે' આવું જ કહેવાય છે તે વ્યવહારિક અર્થાવગ્રહ અંતર્મુહૂર્વકાળ પ્રમાણ છે.
આ અર્થાવગ્રહ ઈન્દ્રિય અને મનના સંબંધથી છ પ્રકારે છે.
વ્યંજનાવગ્રહ - વ્યંજન એટલે ઉપકરણ ઈન્દ્રિય અથવા શારિરૂપે પરિણત દ્રવ્યનો જે સમુદાય તે વ્યંજન છે.
તેમજ વ્યંજન એટલે ઉપકરણ ઈન્દ્રિયવડે શબ્દાદિરૂપે પરિણત થયેલા દ્રવ્યરૂપ જે વ્યંજનનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ છે. અથવા ઈન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યનો સંબંધ તે વ્યંજન છે.
આ વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુ ઈન્દ્રિયને છોડીને ચાર પ્રકારે છે. કારણ કે ચહ્યું અને મન સંબંધ વિના અર્થને જાણે છે. અર્થાત્ અપ્રાપ્ત પદાર્થનું જ્ઞાન કરે છે. અપ્રાપ્યકારી છે.
પ્રશ્ન :- વ્યંજનાવગ્રહ જ્ઞાન કેવી રીતે કહેવાય? કારણ કે શ્રોત્રાદિ ઈન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યનો સંબંધ થાય છે ત્યારે તેના અનુભવનો અભાવ છે. બહેરાની જેમ અનુભવનો અભાવ છે.
ઉત્તર - તમે કહો છો તેવું નથી. કારણ કે વ્યંજનાવગ્રહના અંતે તે વસ્તુનું ગ્રહણ (જ્ઞાન)થી જ થાય છે. પદાર્થનો સાક્ષાત્કાર થાય છે. તેથી જ તે જ્ઞાન છે. અહીં જે શેય વસ્તુનું ગ્રહણ થાય છે તેના અંતે શેય વસ્તુના ઉપાદાન (ગ્રહણ)થી પ્રાપ્તિ થાય છે તે જ્ઞાન છે. માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે.
જેમ અર્થાવગ્રહ પછી અર્થાવગ્રહ વડે ગ્રહણ કરવા યોગ્ય શેય વસ્તુના ગ્રહણથી ઈહા થાય છે. તેથી તે અર્થાવગ્રહ જ્ઞાન છે. તેવી જ રીતે વ્યંજનાવગ્રહ પછી તે શેય વસ્તુના ઉપાદાનથી અર્થાવગ્રહ જ્ઞાન થાય છે. માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે.
વળી વ્યંજનાવગ્રહના કાળમાં પણ જ્ઞાન છે જ પરંતુ સૂક્ષ્મ અને અવ્યક્ત હોવાથી સૂતેલા માણસના જ્ઞાનની જેમ સાક્ષાત્ જણાતું નથી.
ઈટાદિ પણ શ્રુત નિશ્ચિત જ છે. પરંતુ બે સ્થાનકના અનુરોધથી કહ્યા નથી.
અશ્રુત નિશ્રિત - અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન પણ (૧) અર્થાવગ્રહ (ર) વ્યંજનાવગ્રહના ભેદથી બે પ્રકારે છે.
આ શ્રોત્રેન્દ્રિય આદિથી થાય છે. ઔત્પાતિકી આદિ જે અશ્રુત નિશ્ચિત છે તેમાં અર્થાવગ્રહ સંભવે છે પણ વ્યંજનાવગ્રહ નહીં. કારણ કે તે ઈન્દ્રિય આશ્રિત છે, અને બુદ્ધિ માનસ છે. બુદ્ધિનો મન સાથે સંબંધ છે માટે તેનો વ્યંજનાવગ્રહ થતો નથી. બુદ્ધિ સિવાય બીજે વ્યંજનાવગ્રહ માનવો જોઈએ.
શ્રુતજ્ઞાન:- (૧) અંગપ્રવિષ્ટ, (૨) અનંગ પ્રવિષ્ટના ભેદથી બે પ્રકારે છે. અનંગપ્રવિષ્ટઃ આવશ્યક અને આવશ્યકથી ભિન્ન એમ બે પ્રકારે છે.