________________
अथ स्थानमुक्तासरिका
प्रथमाप्रथमसमयभेदेन चरमाचरमसमयभेदेन वा द्विविधः, द्वितीयश्च छद्मस्थकेवलिभेदेन द्विविध:, अत्रापि प्रथमः स्वयम्बुद्धबुद्धबोधितभेदेन द्विविधः, उभावपि प्रथमाप्रथमसमयभेदेन चरमाचरमभेदेन वा द्विविधौ । केवलिक्षीणकषायवीतरागसंयमस्तु सयोग्ययोगिभेदेन द्विविधः, उभावपि च प्रथमाप्रथमसमयापेक्षया वा द्विविधाविति ||१७||
७२
હવે શ્રુત અને ચારિત્રની અપેક્ષાએ દ્વિવિધતા કહે છે.
સૂત્રાાંવિતિ :
દુર્ગતિમાં પડતા જીવને અટકાવનાર અને સુગતિને પ્રાપ્ત કરાવનાર ધર્મ છે. તે ધર્મ બે પ્રકારે છે. (૧) શ્રુત ધર્મ, (૨) ચારિત્ર ધર્મ. દ્વાદશાંગરૂપ ધર્મ તે શ્રુત ધર્મ છે.
મૂળ ગુણ અને ઉત્તર ગુણના સમૂહરૂપ ચારિત્ર ધર્મ છે.
તેમાં પહેલો શ્રુત ધર્મ તે (૧) સૂત્ર અને (૨) અર્થના ભેદથી બે પ્રકારે છે. બીજો ચારિત્ર ધર્મ ગૃહસ્થ અને સાધુ સંબંધી હોવાથી (૧) અગાર (૨) અનગારના ભેદથી બે પ્રકારે છે.
અનગાર ચારિત્ર ધર્મ :- રાગ હોવો અને રાગ ન હોવો, તેનાથી અનગાર ચારિત્ર. તે પણ બે પ્રકારે છે.
(૧) સરાગ ચારિત્ર, (૨) વીતરાગ ચારિત્ર.
અસંખ્યાતતમ કિટ્ટીકાના વેદનથી સૂક્ષ્મ લોભસ્વરૂપ કષાય અને સ્થૂળ કષાયોને આશ્રયીને સરાગ સંયમ છે, અને તે પણ (૧) સૂક્ષ્મ સંપરાય, (૨) બાદર સંપરાયના ભેદથી બે પ્રકારે છે. સૂક્ષ્મ સંપરાય સંયમ - પ્રથમ સમય અને અપ્રથમ સમય, ચરમ સમય અને અચરમ સમય વડે સંક્લેશ પામતું અને વિશુદ્ધિથી બે પ્રકારે છે.
બાદ૨ સંપરાય પણ પ્રથમ સમય અને અપ્રથમ સમય, ચરમ અને અચરમ સમયથી અથવા પ્રતિપાતી અને અપ્રતિપાતીથી બે પ્રકારે છે.
(૨) વીતરાગ સંયમ ઃ- ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયના ભેદથી વીતરાગ સંયમ બે પ્રકારે છે.
ઉપશાંત કષાય વીતરાગ સંયમ :- પ્રથમ અને અપ્રથમ સમય અથવા ચરમ, અચરમ સમયના ભેદથી બે પ્રકારે છે.
ક્ષીણ કષાય વીતરાગ સંયમ ઃ- છદ્મસ્થ અને કેવલીના ભેદથી બે પ્રકારે છે. છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ સ્વયંબુદ્ધ અને બુઢ્ઢબોધિતના ભેદથી બે પ્રકારે છે.
આ બંને પ્રથમ અને અપ્રથમ સમય તથા ચરમ અને અચરમ સમયના ભેદથી બે પ્રકારે છે.
કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ :- સયોગી અને અયોગીના ભેદથી બે પ્રકારે છે. બંને પ્રથમ, અપ્રથમ સમય અથવા ચરમ-અચરમ સમયની અપેક્ષાએ બે પ્રકારે છે. II૧૭ના