________________
६६
अथ स्थानमुक्तासरिका ग्रहापेक्षयाऽकृच्छ्रानुभवनीयोऽनैकान्तिकानात्यन्तिकभ्रमरूपत्वादस्य, सुखविमोच्यतरकश्च मन्त्रमूलादिसाध्यत्वात्, मोहजस्तु तद्विपरीतः, ऐकान्तिकात्यन्तिकभ्रमस्वभावतयाऽत्यन्तानुचितप्रवृत्तिहेतुत्वेनानन्तभवकारणत्वात्, तथाऽऽन्तरकारणजनितत्वेन मन्त्राद्यसाध्यत्वात् कर्मक्षयोपशमादिनैव साध्यत्वात् । उन्मादाच्च प्राणी प्राणातिपातादिरूपेऽर्थदण्डेऽनर्थदण्डे च प्रवर्त्तते, तत्र नैरयिकादिचतुर्विंशतिदण्डकानि पूर्वोदितान्यवलम्ब्यार्थानर्थदण्डौ विज्ञेयौ । सम्यग्दर्शनादित्रयवतान्तु दण्डो नास्तीति ॥१४॥
પચ્ચકખાણ કરેલ આત્મા બોધિથી લઈને કેવળજ્ઞાન સુધી (પ્રવ્રયા, બ્રહ્મચર્ય, સંયમ, કેવળજ્ઞાન) પ્રાપ્ત કરે તે પ્રમાણે કહ્યું તો તે ક્યારે અને કેવી રીતે મેળવે છે તે કહે છે.
વાદતિ :- કેવળજ્ઞાન, મોહનીય કર્મથી ઉત્પન્ન થયેલ ઉન્માદના ક્ષયથી થાય છે. ઉન્માદ = ગ્રહ. (ગ્રહાયેલ), બુદ્ધિનું વિપરિતપણું. તે ઉન્માદ બે પ્રકારે છે. (૧) યક્ષાવેશ, (૨) દર્શનમોહનીય કર્મના ઉદયથી થયેલ. યક્ષાવેશ :- શરીરમાં દેવનું પ્રવેશવું. તેનાથી થયેલ ઉન્માદ. તે યક્ષાવેશ છે. દર્શનમોહનીય કર્મના ઉદયથી થયેલ - તે બીજો ઉન્માદ,
તે બેમાં પહેલો યક્ષાવેશ ઉન્માદ, બીજા મોહથી થયેલ કર્મના ઉદયની અપેક્ષાએ સુખપૂર્વક વેદી (અનુભવી) શકાય તેવો છે. અર્થાત્ ઘણો જ ઓછો અનુભવી શકાય તેવો છે. કારણ કે યક્ષાવેશમાં અનેકાંતિક અને અનાત્યંતિક ભ્રમપણું હોય છે. (યક્ષાવેશવાળી વ્યક્તિ કોઈકવાર શુદ્ધિમાં હોય તો ડાહ્યા માણસની જેમ પ્રવૃત્તિ કરે છે.)
એટલે યક્ષાવેશ સુખે મુકાવી શકાય તેવો છે. કારણ કે મંત્ર, ચૂલ, ઔષધિ આદિ અને મંત્રાદિ વડે સાધ્ય છે.
મોહથી થયેલ ઉન્માદ આનાથી વિપરિત છે.
એકાંતિક અને આત્યંતિક ભ્રમના સ્વભાવથી અત્યંત અનુચિત પ્રવૃત્તિનું કારણ હોવાથી અનંત ભવનું કારણ છે. તેમજ આંતરિક કારણથી થતું હોવાથી મંત્રાદિથી અસાધ્ય છે. પણ કર્મના ક્ષયોપશમ વડે જ સાધ્ય છે.
ઉન્માદથી પ્રાણી પ્રાણાતિપાતાદિરૂપ અર્થદંડ અને અનર્થદંડમાં પ્રવર્તે છે. તેમાં નારકી આદિ ૨૪ દંડકો પૂર્વે કહેલા દંડકને આશ્રયીને અર્થદંડ, અનર્થદંડ જાણવા. સમ્યગુદર્શન આદિ રત્નત્રયવાળા જીવોને દંડ હોતો નથી. //૧૪ अथ दर्शनमाश्रित्य द्वैविध्यं भावयतिनिसर्गाभिगमसम्यग्दर्शनमभिग्रहिकानभिग्रहिकमिथ्यादर्शनञ्च ॥१५॥