________________
स्थानांगसूत्र
પવિતિ ઓછા થતા-ઘટતા આરા વડે જે ઘટે છે તે અવસર્પિણી છે. અથવા જેમાં આયુષ્ય, શરીર આદિ ભાવોને ઓછા કરે – ઘટાડે – ટૂંકા કરે તે અવસર્પિણી કહેવાય છે.
તે અવસર્પિણી ૧૦ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ પ્રમાણ છે.
આ અવસર્પિણીમાં બધા જ સારા ભાવો ક્રમથી અનંતગુણપણે હીન થાય છે અને અશુભ ભાવો ક્રમથી અનંતગુણપણે વધે છે.
આ અવસર્પિણીના છ આરા છે.
(૧) સુષમ સુષમા, (૨) સુષમા, (૩) સુષમ દુષમા, (૪) દુઃષમ સુષમા, (૫) દુઃષમા, (૬) દુઃષમ દુષમા.
૧. સુષમ-સુષમા - જેમાં બધા વર્ષે સારા હોય તે સુષમા. सुषमा चासौ सुषमा च सुषम सुषमा સારામાં સારો અત્યંત સુખરૂપ એવો સુષમ સુષમા આરો છે. તેમાં (૧) સુષમ સુષમા આરાની સ્થિતિ ૪ કોડાકોડી સાગરોપમ. (ર) સુષમા આરાની સ્થિતિ ૩ કોડાકોડી સાગરોપમ. (૩) સુષમ દુષમા આરાની સ્થિતિ ૨ કોડાકોડી સાગરોપમ છે. (૪) દુષમ સુષમા આરાની સ્થિતિ ૪૨000 વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમ છે. (૫) દુષમા, (૬) દુષમ દુષમા બંનેની સ્થિતિ ૨૧૦૦૦ વર્ષની છે.
ઉત્સર્પિણી - આરાની અપેક્ષાઓ જે વધે છે, અથવા આયુષ્ય આદિ ભાવોને જે વધારે છે તે ઉત્સર્પિણી કાળ કહેવાય છે.
આ ઉત્સર્પિણી અવસર્પિણીના પ્રમાણથી વિપરિતતા વડે છ આરાથી યુક્ત છે. અર્થાત્ અવસર્પિણીમાં જે પહેલા આરાથી છઠ્ઠા સુધીના પ્રમાણ છે તે ઉત્સર્પિણીમાં ઊલટા ક્રમે એટલે કે છે થી પહેલા સુધીના ક્રમે છે.
પહેલો આરો દુષમ દુષમા ૨૧૦૦૦ વર્ષ. બીજો આરો દુષમા ૨૧૦૦૦ વર્ષ ત્રીજો આરો દુષમ સુષમા ૪૨૦૦૦ વર્ષ જૂનું એક કોડાકોડી સાગરોપમ. ચોથો આરો સુષમ દુષમા ૨ કોડાકોડી સાગરોપમ. પાંચમો આરો સુષમા ૩ કોડાકોડી સાગરોપમ. છઠ્ઠો આરો સુષમ સુષમા ૪ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. આ કાળ વિશેષોની સમયરાશિનું સ્વ-સ્વ સામાન્યથી એકત્વ વિચારવું. Indi