________________
स्थानांगसूत्र
४९
અન્નત :- પ્રાણાતિપાત ઃ દ્રવ્ય, ભાવથી બે પ્રકારે છે. વિનાશ (જીવ રહિત કરવું), પરિતાપ (દુઃખ) અને સંક્લેશ (ખેદ) ભેદથી ત્રણ પ્રકારે છે.
યોગ (કરણ) વડે નવ પ્રકારે છે. ક્રોધાદિ ભેદથી છત્રીશ પ્રકારે છે.
મૃષાવાદ :- દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમજ
(१) अभूतोद्भावन = આત્મા સર્વગત વ્યાપક છે એમ કહેવું.
(૨) ભૂતનિન્દવ = આત્મા નથી એમ કહેવું.
(૩) વસ્ત્વન્તરન્યાસ = ગાય, બળદ હોવા છતાં ઘોડો છે એમ કહેવું. (૪) નિવા તું કોઢિયો છે એમ કહેવું.
=
આ ચાર પ્રકારે પણ મૃષાવાદ છે.
અદત્તાદાન :- વિવિધ ઉપાધિ વશથી અનેક પ્રકારે છે. દા.ત. સ્વામી, જીવ, તીર્થંકર, ગુરૂ વડે આજ્ઞા ન આપી હોય તેવી ચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન.
મૈથુન :- અબ્રહ્મચર્ય, ઔદારિક વૈક્રિય શરીરના વિષયો વડે મન, વચન, કાયાથી કરવું, કરાવવું, અનુમોદવારૂપ અઢાર પ્રકારે છે. અથવા વિવિધ ઉપાધિથી ઘણા પ્રકારે છે.
પરિગ્રહ :- જે સ્વીકાર કરાય તે પરિગ્રહ. બાહ્ય, અત્યંતર ભેદથી બે પ્રકારે છે. વિવિધ પ્રકારની ઉપાધિથી બહુ પ્રકારે છે.
કષાય :- ક્રોધ, માન, માયા, લોભ, કષાય, મોહનીય કર્મરૂપી પુદ્ગલના ઉદય વડે પ્રાપ્ત થયેલ જીવના પરિણામ. તે પરિણામો અનંતાનુબંધી આદિ ભેદથી તેમજ અસંખ્યાત અધ્યવસાય સ્થાનના ભેદથી બહુ પ્રકારે છે.
પ્રેમ :- પ્રિયનો જે ભાવ પ્રિયસ્ય ભાવ. અથવા કારણ તે પ્રેમ છે. તે અપ્રગટ માયા અને લોભના ભેદસ્વરૂપ રાગ માત્ર છે.
દ્વેષ :- દ્વેષભાવ તે દ્વેષ. અથવા દૂષણ તે દ્વેષ છે. અપ્રગટ ક્રોધ, માન, રૂપ ભેદના સ્વભાવરૂપ અપ્રીતિ માત્ર છે.
કલહ :- કલહ એટલે કજીયો.
અભ્યાખ્યાન :- ખોટા દોષનું આરોપણ કરવું - આળ આપવું.
પૈશુન્ય
પિશુન કર્મ. ગુપ્ત રીતે છતા-અછતા દોષનું પ્રગટ કરવું ચાડી-ચુલગી કરવી. પરપરિવાદ :- બીજાઓનું ખરાબ બોલવું, બડાઈ મારવી.
:
અરિત ઃ- અરિત મોહનીયના ઉદયથી થયેલ ચિત્તનો વિકાર. ઉદ્વેગરૂપ તે અતિ છે.
:
રતિ :- રતિ મોહનીયના ઉદયથી થયેલ ચિત્તનો વિકારરૂપ જે આનંદ તે રતિ.
--