________________
स्थानांगसूत्र
४७
વર્ણનૈતિ શ્રદ્ધા એટલે દર્શન. જ્ઞાનાદિ ત્રયને સમ્યગ્ શબ્દથી યુક્ત કરે છતે મોક્ષ માર્ગ વિવક્ષિત છે. મોક્ષમાર્ગરૂપ આ ત્રણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર છે. શ્રદ્ધા પર્યાય એવા દર્શનની સાથે જ આ ત્રણ મોક્ષમાર્ગરૂપ છે.
જેના વડે, જેનાથી અથવા જેમાં પદાર્થો દેખાય છે, શ્રદ્ધા કરાય છે તે દર્શન છે. દર્શનમોહનીયના ક્ષય અથવા ક્ષયોપશમથી પ્રગટ થયેલો તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવા આત્મપરિણામરૂપ દર્શન છે. તે આત્મપરિણામ ઉપાધિ ભેદથી અનેક પ્રકારે હોવા છતાં પણ શ્રદ્ધારૂપ સામાન્યથી એક જ છે. કારણ કે એક જીવને એક સમયે એક જ હોય છે.
રૂચિ એટલે સમ્યક્ત્વ. તેનું કારણ જ્ઞાન છે.
ચારિત્રાળિ કૃતિ મુમુક્ષુ વડે વિધિપૂર્વક આચરણ કરાય તે ચારિત્ર છે. સેવાય તે ચારિત્ર છે. અથવા કર્મના સમૂહને ખાલી કરે તેથી ચારિત્ર કહેવાય છે.
ચારિત્રમોહનીયના ક્ષયાદિ એટલે ક્ષય અને ક્ષયોપશમથી પ્રગટ થયેલ આત્માનો પરિણામ. તે ચારિત્રના સામાયિક આદિ ભેદ હોવા છતાં પણ વિરતિ સામાન્યથી એક સમયે એક જીવને એક જ ભાવ હોવાથી તે ચારિત્ર એક છે.
તે જ્ઞાનાદિ ઉત્પાદવાળા, વ્યયવાળા અને સ્થિતિવાળા છે. તેમાં સ્થિતિ સમય આદિરૂપ છે. માટે હવે સમયનું નિરૂપણ કરાય છે.
સમયવિશેષાશ્રુતિ :- વિશેષ પદથી નિરંશતા બતાવે છે. પરમ નિરૂદ્ધ કાળ તે સમય છે. પરમ નિકૃષ્ટકાળ = અત્યંત સૂક્ષ્મ. જેના બે વિભાગ ન થાય તે સમય.
તે સમય વર્તમાન સ્વરૂપ એક જ છે. કારણ કે અતીત નાશ થયો છે. અનાગત ઉત્પન્ન થયો નથી. માટે તે બંને નહીં હોવાથી વર્તમાન સ્વરૂપ સમય એક જ છે.
‘ચ’ શબ્દથી જેનો અંશ નથી તેવા પ્રદેશ અને પરમાણુનું ગ્રહણ થાય છે. પ્રકૃષ્ટ-નિરંશ ધર્માદિનો દેશ-અવયવ વિશેષ
એક છે.
સદ્વિતીયાવી બે આદિમાં દેશનો વ્યવહાર થાય છે. તેથી તેમાં પ્રદેશત્વનો વ્યવહાર નથી. હાથ એ સ્કંધ છે. આંગળી હાથનો દેશ છે. વેઢા એ આંગળીના દેશ છે. સ્કંધમાં રહેલો નાનામાં નાનો દેશ - જેના વિભાગ ન થાય તે પ્રદેશ.
પ્રદેશ છે. પ્રદેશ એક જ છે. તે સ્વરૂપથી
સ્કંધમાંથી છૂટો પડેલ પ્રદેશ તે પરમાણુ કહેવાય છે. (એક) પ્રદેશમાં પ્રદેશત્વનો વ્યવહાર છે. બે આદિમાં દેશનો વ્યવહાર છે. દ્વિતીય સહિત દેશ હોય તેમાં પ્રદેશપણાનો અભાવ છે.
પરમાણુ અત્યંત સૂક્ષ્મ અને હ્રયણુકાદિનું કારણ છે. તે સ્વરૂપથી એક છે. જો આ રીતે ન માનો ને પરમાણુને બીજી રીતે માનો તો પરમાણુ નહીં કહેવાય. અથવા સમયાદિ પ્રત્યેક અનેકઅનંત હોવા છતાં પણ તુલ્યરૂપની અપેક્ષાએ તે એક જ છે. IIFI