________________
૬૦
अथ स्थानमुक्तासरिका
અજીવ પ્રાષિકી -પાષાણાદિ અજીવમાં અલના પામેલાને વિષે દ્વેષ થવાથી જે થયેલ ક્રિયા તે અજીવ પ્રાષિકી.
પારિતાપનિકી ક્રિયા બે પ્રકારે છે. (૧) સ્વહસ્ત પારિતાપનિકી. (૨) પરસ્ત પારિતાપનિકી.
સ્વહસ્ત પારિતાપનિકી - પોતાના હાથથી પોતાના શરીરને અથવા બીજાના શરીરને દુઃખ, ક્લેશાદિ કરતા જે થયેલી ક્રિયા તે સ્વહસ્તપારિતાપનિકી.
પરહસ્ય પારિતાપનિકી :- બીજાના હાથથી પોતાના કે બીજાના શરીરને પરિતાપ કરાવતા થયેલ જે ક્રિયા તે પરહસ્ય પારિતાપનિકી.
વળી ક્રિયા બે પ્રકારે છે. (૧) પ્રાણાતિપાતિકી ક્રિયા. (ર) અપ્રત્યાખ્યાનિકી ક્રિયા. •
પ્રાણાતિપાતિકી ક્રિયા - નિર્વેદ, કંટાળા આદિથી પોતાના પ્રાણોને અથવા ક્રોધાદિથી બીજાના પ્રાણોને પોતાના હાથથી નાશ કરવાથી અથવા બીજાના હાથ વડે નાશ કરવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા થાય છે.
અપ્રત્યાખ્યાનિકી ક્રિયા - અવિરતિના નિમિત્તથી જીવ અને અજીવના વિષયક મદ્ય આદિ વિષયના પચ્ચકખાણ ન કરવાથી જે કર્મબંધ તે અપ્રત્યાખ્યાન ક્રિયા.
વળી બે પ્રકારે ક્રિયા છે. (૧) આરંભિકી ક્રિયા, (૨) પારિગ્રહિક ક્રિયા. આરંભિકી ક્રિયાઃ- આરંભવું તે આરંભ. આરંભમાં થયેલ ક્રિયા તે આરંભિકી. તે બે પ્રકારે છે. (૧) જીવ આરંભિક - જીવોની હિંસા કરનારને જે કર્મબંધ થાય તે જીવ આરંભિકી ક્રિયા.
(૨) અજીવ આરંભિકી - અજીવો જીવોના ક્લેવર, લોટ આદિથી બનાવેલ જીવની આકૃતિઓને નાશ કરતા અથવા વસ્ત્રાદિ પર રહેલ જીવના ચિત્રોને ફાડવાથી જે કર્મબંધ થાય તે અજીવ આરંભિકી ક્રિયા.
પારિગ્રાદિકી ક્રિયા - જીવ અને અજીવના પરિગ્રહથી થયેલો કર્મબંધ તે પારિગ્રાહિતી ક્રિયા છે. અથવા બે પ્રકારે ક્રિયા છે. (૧) માયા પ્રત્યયિકી, (૨) મિથ્યાદર્શન પ્રત્યયિકી.
માયા પ્રત્યયિકી ક્રિયા - માયા નિમિત્તે થનારો જે કર્મબંધ તે માયા પ્રત્યયિકી ક્રિયા કહેવાય છે. તે બે પ્રકારે છે.
(૧) આત્મ વિષયક, (૨) પર વિષયક મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા:- મિથ્યાત્વ જેનું નિમિત્ત છે તે મિથ્યાદર્શન પ્રત્યયિકી.
તે બે પ્રકારે છે. (૧) ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી. (૨) તદ્ગતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી.