________________
લેખકના કથનની પૂરવણી
મારા પૂ. દાદા (શ્રી રતિભાઈ) સાથે આ પુસ્તક તૈયાર કરવામાં મેં મદદનીશ તરીકે કાર્ય કર્યું... હાવાથી તેમણે છેલ્લે કેવા શારીરિક સ ંજોગામાં આ પુસ્તક તૈયાર કર્યું છે તેના ઉલ્લેખ કરવેશ અત્રે યેાગ્ય લાગે છે.
તા. ૫-૧૦-૧૯૮૩ના રાજ લકવાના હુમલા થયા પછી મારા દાદા લગભગ પથારીવશ બની ગયા હતા. હાથની ધ્રુજારીના કારણે લખવાની તકલીફ તા છેલ્લાં થાડાં વર્ષોથી હતી જ. તે ઉપરાંત તા. ૭-૫-૮પના રાજ મેાતિયાનુ` આપરેશન કરાવ્યુ` હાવાથી છેલ્લાં ઘણાં મહિના દરમ્યાન વાંચવાની પણ પૂરેપૂરી તકલીફ હતી. એક લેખક તરીકે આંખ અને હાથ અટકી પડે અને લગભગ પથારીવશ અવસ્થામાં ખીજા પાસે કામ કરાવવુ પડે ત્યારે સામા પૂરે તરવા જેવી સ્થિતિ થઈ જાય. તા. ૭–૧૨–૮૫ના રાજ મૃત્યુ પામ્યા ત્યાં સુધી પૂ. દાદાની છેલ્લાં બે વર્ષની બીમારી દરમ્યાનની એક માત્ર મહેચ્છા આ પુસ્તકને પૂરું કરવાની જ હતી. પેાતાની જિંદગીના કાઈ ભરોસા ન લાગવાથી લેખક તરીકેનું પોતાનું કથન પણ તેમણે અગાઉથી તૈયાર કરાવી રાખ્યું હતું. જે કાઈ સાધુ-ભગવંતાના સમાગમમાં તે આવતા તેમની પાસે ઇતિહાસનું આ કામ પૂરું કરવા માટેના આશીર્વાદ જ માગતા. આ આશીર્વાદ અને ‘ ઈશ્વરને મારી પાસે કામ કરાવવું હશે તા જીવાડશે' એ શ્રદ્ધાના બળે જ તેએ આ કામ યથાશક્તિ પૂરું કરી શકયા, કારણ કે જ્યારે કામ ન હેાય ત્યારે દેહની પીડા તેમને સતાવતી પણ કાંમ લઈને બેસે ત્યારે આ પીડાથી પણ કંઈક અંશે પર થઈ જતા.
તેમના અવસાન પછી તેમના કથનમાં આટલા ઉમેરા કઈક તેમના અવસાનના શાક સાથે અને કઈક આ પુસ્તકને પૂરું કરવાની તેમની મહેચ્છાને પૂર્ણ કરવાના સતાષ સાથે કરવા પડે છે, જે ક્ષમ્ય ગણશો.
શિલ્પા દેસાઈ
આ. કે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org