________________
ચુનીલાલ મુલજી મેાટાણી–મુબઈ
.
માનવ જીવન એ કમાણીનું કેન્દ્ર સ્થાન છે. તે સ્થાનેથી જ શાશ્વત સુખ મળે છે અને જન્મમરણનું પૂર્ણ વિરામ થઈ શકે છે. ‘ દુલ્લડે ખલુ માસે ભવે 'એ વીતરાગના વયાને શ્રદ્દા સાથે હૃદયગત્ કરનાર સુજ્ઞ શ્રાવક શ્રી ચુનીમાઇ મેાટાણીનું જીવન સમાજ માટે પ્રેરણા રૂપ છે.
તેઓએ જીવનમાં ધબીજનું બીજારોપણ કરી વન વૃક્ષને ખૂબ જ વિકસીત ને સુવાસિત બનાવ્યું છે. તેથી ખૂબ જ સાત્ત્વિક સ્વભાવના અને ધર્મપ્રિય છે, અને દેવ ગુરૂ તે ધર્મ પ્રત્યે તેને ઘણા જ પૂજ્યભાવ છે. તેમાં ઉદારતા તે નિખાલસતા ભારાભાર ભરી છે. સાર્મિક અને કૌટુંબિક પ્રત્યે તો સ્વભાવ ઘણા જ દયાદ છે.
તએ દશા શ્રીમાળી સેવા સઘના ટ્રસ્ટી છે અને ભોજનાલયના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી છે. ત જૈન સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેમનું જીવન સરળ અને સાદગીભર્યું છે, અને ત પુન્યરાશીએ પ્રાપ્ત થયેલ સપત્તિને સુંદર સદુપયોગ કરી રહ્યા છે.
5