________________
(નવપ્રદ પૂનન વિધિ )
॥१२॥
અંજનશલાકા પ્રતિષ્ઠા, અષ્ટોતરી સ્નાત્ર તથા શાંતિસ્નાત્ર વિ. હોય ત્યારે નવગ્રહ, દશ દિકપાલ તથા
નવગ્રહ
મિપૂજન વિધિ અષ્ટમંગળ પૂજન કરવું પડે છે. અંજનશલાકામાં આ ત્રણે પૂજન અંજનશલાકાની પ્રત પ્રમાણે કરાય છે જેમાં E દશ દિકપાલ પૂજન પ્રથમ કરાય છે.
કુંભસ્થાપનાદિ કર્યા પછી કોઈ પણ દિવસે આ પૂજન (સ્થાપના) કરાય છે. આ પૂજન સમયે હાલમાં જ સત્તરભેદી પૂજા પણ ભણાવાય છે. નવગ્રહમાં જ્યારે નવકારવાળી ગણાતી હોય ત્યારે નવ પૂજા સાથે જ ભણાવાય છે પછી ૩ પૂજા અને અષ્ટમંગળના પૂજન સમયે ૫ પૂજા આમ સત્તરભેદી પૂજા પાટલા પૂજનની સાથે જ ભણાવાય છે.
પ્રથમ વિધિકારક ધોઈ ધૂપીને સાફ કરેલા ત્રણે (ચીતરેલા) પાટલાને અધેડાની લેખણથી યકર્દમ-સુખડકેસર-કપુર અને હીંગલોકના મિશ્રણથી આલેખે-કેસર તથા કુસુમાંજલીથી વધાવે. પ્રથમ સ્નાત્ર ભણાવવું. આરતી, મંગળદીવો, શાંતિકળશ કરવા નહિ. પછી નવગ્રહ પૂજનની શરૂઆત કરવી. ત્રણે પાટલા પૂજન કરનાર હાજર હોય તો બધાને સાથે જ નીચે પ્રમાણે આત્મરક્ષા કરાવવી.
નવગ્રહ પૂજન વિધિ
Join Education International
For Personal & Private Use Only
www.inneby.org