________________
॥ ५८ ॥
જલયાત્રા વિધાન
Jain Education international
जलयात्रानुं विधान
જલયાત્રાનું વિધાન હાલમાં નીચે પ્રમાણે કરાવાય છે. સામાન્ય રીતે આ વિધાન કુંભસ્થાપનાના આગલા દિવસે કરવાનું હોય છે. પરંતુ હાલમાં કુંભસ્થાપન, દીપક સ્થાપન, જવારા રોપણ કરી લીધા પછી નવગ્રહ, દદિક્પાલ અને અષ્ટમંગલ, પાટલાપૂજન કર્યા પછી કરાવાય છે. કારણકે આ વિધાન કરવાનું હોય ત્યારે સંક્ષિપ્ત પાટલાપૂજન કરવું પડે છે. તેથી જ્યારે ઉપરોક્ત વિસ્તારથી પાટલાપૂજન થાય ત્યારે બીજા આગારોની સાથે જલયાત્રા વિધિ મહોત્સવે એ આગાર પણ સાથે લઈ લેવાય છે. આ વિધાન સામાન્ય રીતે અંજનશલાકા પ્રતિષ્ઠા વિ.માં કરવું જરૂરી છે [હાલમાં એકલા શાન્તિસ્નાત્ર કે અષ્ટોત્તરી સ્નાત્રમાં આ વિધાન કરાતું નથી પણ કરવું જરૂરી છે. ]
✩
પ્રથમ જિનમંદિરમાં સ્નાત્ર ભણાવવું. સંક્ષિપ્ત પાટલા પૂજન કરવું [હાલમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે ક્રિયા થાય છે.] આરતી, મંગલદીવો શાંતિ કળશ વિ. કરવાં. પછી સકળસંઘ સાથે વાજતેગાજતે જે સ્થાને કૂવો અગર જલાશય હોય જ્યાંથી જલયાત્રાનું વિધાન કરી પાણી લાવવાનું હોય તે સ્થાને જવું રસ્તામાં ‘ૐ ભવણવઈ વાણવંતર' એ શ્લોક બોલી બિલ બાકળા ઉછાળવા. ત્યારબાદ તે સ્થાને પહોંચી નીચે પ્રમાણેનું દેવવંદન કરવું. [હાલમાં દેવવંદન દેરાસરમાં જ કરી લેવાય છે.]
For Personal & Private Use Only
જલયાત્રા વિધાન
॥૮॥
www.jainelibrary.org