SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ५८ ॥ જલયાત્રા વિધાન Jain Education international जलयात्रानुं विधान જલયાત્રાનું વિધાન હાલમાં નીચે પ્રમાણે કરાવાય છે. સામાન્ય રીતે આ વિધાન કુંભસ્થાપનાના આગલા દિવસે કરવાનું હોય છે. પરંતુ હાલમાં કુંભસ્થાપન, દીપક સ્થાપન, જવારા રોપણ કરી લીધા પછી નવગ્રહ, દદિક્પાલ અને અષ્ટમંગલ, પાટલાપૂજન કર્યા પછી કરાવાય છે. કારણકે આ વિધાન કરવાનું હોય ત્યારે સંક્ષિપ્ત પાટલાપૂજન કરવું પડે છે. તેથી જ્યારે ઉપરોક્ત વિસ્તારથી પાટલાપૂજન થાય ત્યારે બીજા આગારોની સાથે જલયાત્રા વિધિ મહોત્સવે એ આગાર પણ સાથે લઈ લેવાય છે. આ વિધાન સામાન્ય રીતે અંજનશલાકા પ્રતિષ્ઠા વિ.માં કરવું જરૂરી છે [હાલમાં એકલા શાન્તિસ્નાત્ર કે અષ્ટોત્તરી સ્નાત્રમાં આ વિધાન કરાતું નથી પણ કરવું જરૂરી છે. ] ✩ પ્રથમ જિનમંદિરમાં સ્નાત્ર ભણાવવું. સંક્ષિપ્ત પાટલા પૂજન કરવું [હાલમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે ક્રિયા થાય છે.] આરતી, મંગલદીવો શાંતિ કળશ વિ. કરવાં. પછી સકળસંઘ સાથે વાજતેગાજતે જે સ્થાને કૂવો અગર જલાશય હોય જ્યાંથી જલયાત્રાનું વિધાન કરી પાણી લાવવાનું હોય તે સ્થાને જવું રસ્તામાં ‘ૐ ભવણવઈ વાણવંતર' એ શ્લોક બોલી બિલ બાકળા ઉછાળવા. ત્યારબાદ તે સ્થાને પહોંચી નીચે પ્રમાણેનું દેવવંદન કરવું. [હાલમાં દેવવંદન દેરાસરમાં જ કરી લેવાય છે.] For Personal & Private Use Only જલયાત્રા વિધાન ॥૮॥ www.jainelibrary.org
SR No.600249
Book TitleShanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay
Original Sutra AuthorGunshilvijay
Author
PublisherAmrut Jain Sahityavadhak Sabha
Publication Year1998
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy