________________
૫૬૦૪/
અષ્ટોત્તર
શત(બૃહદ્ સ્નાત્રવિધિ
‘‘ૐ ભૂમિ ભૂતધાત્રિ વિશ્વાધારે નમઃ ।।”
આ મંત્ર સાતવાર બોલીને કુસુમાંજલિથી પીઠિકા વધાવવી.
અષ્ટોત્તર
અષ્ટોત્તરી સ્નાત્રની આગલી રાત્રે પીઠિકા પાસે [લક્ષ્મી દેવી-ચીતરેલા છે તેની સામે] બેસીને શત(બૃહદ્) વિધિકારક સુખડી ભરેલી થાળીમાં ઘંટાકર્ણ મંત્ર લખેલી થાળી મૂકી તેને પંચામૃતથી સ્નાત્ર કરી શુદ્ધ-જળ * સ્નાત્રવિધિ વડે સાફ કરી, વસ્ત્રથી લૂછીને કેસર-ચંદનાદિની પૂજા કરવી. પછી વિધિકારક ઘંટાકર્ણ મંત્રે ૧૦૮ વાર મંત્રી નીચે પ્રમાણે ક્રિયા કરે. અગરના લાકડાના ૧૦૮ કટકા કરી તેનો ધૂપ તથા બીજી બાજુ દીપક રાખવો. ૧૦૮ જાઈનાં પુષ્પો રાખવાં. અને વિધિકારક મંત્ર બોલીને એક પુષ્પ થાળમાં મંત્ર ઉપર ચઢાવે. બીજો પુરુષ ધૂપમાં અગરનો એક કટકો નાંખે અને કાંસાની થાળી પર વેલણથી એક ડંકો વગાડે. આ પ્રમાણે ૧૦૮ વાર થઈ રહ્યા પછી તે થાળીમાં સોપારી, પંચરતની પોટલી, શ્રીફળ, સવા રૂ. વગેરે મૂકે અને સુખડીની થાળી સહિત બાજોઠ સાથે લાલ વસ્ત્રથી નાડાછડી વડે બાંધે, તેના ઉપર સોનારૂપાનાં | વરખ ચોંટાડે, કેસર-ચંદનનાં છાંટણા કરે, કુસુમાંજલિથી વધાવે ફૂલની માળા વિ. પહેરાવે, અને પીઠિકા ૫૬૦૪૫
ઉપર રાખેલ પરનાળીયા બાજોઠમાં પધરાવે, તે બાજોઠના ચાર પાયા-જર્મન તથા કાંસાની થાળીમાં જેમાં શ્રીફળ-ચોખા-સોપારી વિ. મૂકેલ હોય તે પ્રમાણે ગોઠવવા, તે સમયે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org