________________
॥ १५८ ॥
બારસાખ
સ્થાપન
વિધિ
Jain Education International
यश्चैवं कुरुते રક્ષમાં, परमेष्ठिपदैः सदा ' तस्य न स्याद् भयं व्याधि- राधिश्चापि कदाचन ॥ ८ ॥
સંક્ષિપ્તમાં દદિક્પાલ-નવગ્રહ-અષ્ટમંગળ પાટલા પૂજન કરાવવું. દશદક્પાલના પૂજનમાં સાત ધાન [જુવાર, જવ, ચોળા, અડદ, મગ, ચણા, ઘઉં] કોરા બાકળા આપવા. આગારમાં જે તે ભગવાન મૂ. ના. નું નામ લઇ [દા.ત. મહાવીર સ્વામી મૂ. નાયક હોય તો શ્રી મહાવીરસ્વામી ભગવાન આદિ નૂતન જિનમંદિરના બારસાખ ઉમરા સ્થાપના વિધિ મહોત્સવે] બાકળા આપવા. આરતી, મંગળદીવો, શાંતિકળશ કરવો. ત્યારબાદ સ્નાત્ર જળનું પાણી જે ઉંબરા હોય તે સ્થાનો પર રીશ્રી સર્વોપકવાન્ નાશય નાશય સ્વાહા । એમ સાત વાર બોલી છાંટવું.
જેટલા બાર સાખ-ઉંમરા હોય તેટલા સફેદ-ખેસ (કાપડ) મિસ્ત્રી સોમપુરાને પૂછીને મંગાવવા. બધાજ બારસાખ ઉંમરાને વસ્ત્રથી ઢાંકી દેવા તેના ઉપર કેસરનાં છાંટણા કરવાં. પુષ્પથી વધાવવા. આ બધી ક્રિયા પૂર્ણ થયા પછી સોમપુરાએ અગાઉથી લાકડાની ફાચર મારીને બારસાખ ઉંમરાને ફીટ કરેલ હોય. અઢેલીને રાખેલ હોય તે લગ્ન-મુહૂર્ત સમયે ફાચર કાઢી નાખે અને સિમેન્ટ વિ. પ્લાસ્ટર કરી વ્યવસ્થિત ફીટ કરી દે.
For Personal & Private Use Only
બારસાખ સ્થાપન
વિધિ
॥૮॥
www.jainelibrary.org