________________
॥ १२० ॥
અષ્ટોત્તર શત(બૃહદ્) સ્નાત્રવિધિ
********
Jain Education International
ઉપર શ્રીફળ-રૂપિયો અને પેંડો મૂકે અને ચાર આની લૂંછણા તરીકે બાજુની થાળીમાં મૂકે. (જેનો હક પૂજારીનો છે.) આ પ્રમાણે દરેક સ્નાત્ર વખતે કરવું. આ પ્રમાણે ૧૦૮ વાર દરેક અભિષેક અગાઉ બોલ્યા તે પ્રમાણે ચાર-ચાર ગાથાઓ બોલી અભિષેક વગેરે કરી પૂજા કરવી. ૧૦૮ પૂજા પૂર્ણ થયા પછી ચૈત્યવંદન કરવું. સ્તવનની જગ્યાએ અજિતશાંતિ કહે. (વિષ્યંતરે આઠ થોયવડે દેવ વાંદે) પછી વિધિકારક આદિનાથ, અજિતનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથના ચાર કળશ ક્રમસર બોલે અથવા બે વાર સ્નાત્ર ભણાવે, અને ચારે પ્રતિમાજીને સ્નાત્રમાં આવતી સાત કુસુમાંજલી કરે. અને અભિષેક વગેરે કરી અષ્ટપ્રકારી પૂજા કરે.
૧૦૮ દિપકની આરતી તથા મંગલદીવો ઉતારવો. બહેનો પાસે નૈવેદ્ય ધરાવવું. પછી સંઘસહિત ચૈત્યવંદન કરવું. સ્તવનના સ્થાને તિજયપદ્ધુત્ત કહેવું જયવીયરાય કહેવા.
પછી વિધિપૂર્વક મોટીશાન્તિનો પાઠ બોલવાપૂર્વક શાંતિકળશ કરે. વિસર્જન બાકળા આપી, ચાર થોયથી દેવ વાંદે, સ્તવનમાં સંતિકર કહે.
પછી અગાઉ સ્થાપન કરેલ સર્વનું વિસર્જન કરવું, માફી માંગવી
પછી પૂર્વે જે ગ્રહ-દિક્પાલ નોતર્યા હોય તે ગ્રહ-દિક્પાલનું વિસર્જન કરવું તેમાં વિધિકાર કે ગ્રહપટ્ટક પાસે આવી, વિસર્જન મુદ્રા કરવી.
For Personal & Private Use Only
અષ્ટોત્તર
* શત(બૃહદ્) સ્નાત્રવિધિ
•*»
॥૨॥
www.jainlibty.org