________________
જોવાની તક મળે. આજ મારી તે ઇચ્છા પાર પાડવાના સમય આવેલા જોઇ હું સ ંતાષ પામું છું. હું ઈશ્વરને નહિ માનનારા પૂર્વમીમાંસક . તમે જ્યાંસુધી મારું ભાષણુ સાંભળ્યુ નથી ત્યાંસુધી તમે મારી સાથે શાસ્ત્રાર્થ કરવાની માગણી કરી છે, પણુ તમે જ્યારે મારુ' ભાષશ્ સાંભળશે। ત્યારે તમે પોતાની મેળેજ શાસ્ત્રા કરવાથી નિવૃત્ત થશે.”
પછી બંનેની સંમતિથી બીજે દિવસે શાસ્ત્રર્થના પ્રારંભ કરવાનુ નક્કી થયું, તે એંડનમિશ્રનાં ધર્મપત્ની સરસ્વતીને બન્નેના શાસ્ત્રાર્થનું તેાલન કરી ન્યાય કરવાનુ` કામ સાંપવામાં આવ્યુ. પછી આચાર્યભગવાને મંડનના આગ્રહથી તેમને ઘેર તે દિસે ભિક્ષા કરી.
બીજે દિવસે પ્રાત:કાલનું નિત્યકર્મ થઇ ગયા પછી અડમિશ્રના ધરના વિશાલ ભાગમાં શાસ્ત્રાર્થ પ્રારંભ થયા. પ્રથમ બંનેએ ક્રમપૂર્વક નીચે પ્રમાણે પ્રતિજ્ઞા કરી:--
પ્રથમ શ્રીશંકરે કહ્યુ:--“ એકજ અદ્વિતીય બ્રહ્મ સત્ય છે, એવા જ્ઞાનમાર્ગ શ્રુતિને આધારે મારા તરફથી સિદ્ધ કરી બતાવવામાં આવશે, તથા કર્મયી મેાક્ષ નથી, પણ જ્ઞાનથીજ મેાક્ષ છે, એવું પણુ સિદ્ધ કરી બતાવવામાં આવશે. એ સિદ્ધાંત ો મારાથી સિદ્ધ ન કરી અતાવાય તે મારા પરાજય માની, હું આ ભગવાં વસ્ત્રાના ત્યાગ કરી, તમારા શિષ્ય થઇ, ધેાળાં વસ્ત્રો પહેરી, ગૃહસ્થાશ્રમને અનુસરીશ. આ શાસ્ત્રાર્થમાં કાના જય ને ના પરાજય થયા તેના નિર્ણય કરવાનું કામ તમારાં પત્ની સરસ્વતી કરે તેમાં મને વાંધે નથી. ”
પછી મંડનમિત્રે કહ્યું: — વેદને કર્મકાંડરૂપ ભાગજ સત્ય છે, તે જ્ઞાનકાંડના ભાગ અર્થવાદરૂપ છે, એમ હું શ્રુત આદિનાં પ્રમાણે બતાવી સિદ્ધ કરી દેખાડીશ. જો આ શાસ્ત્રર્થમાં મારા પરાજય થશે તે હું ગૃહસ્થાશ્રમનેા પરિત્યાગ કરી, તમારા શિષ્ય થઈ, ભગવાં વસ્ત્રા