Book Title: Saurashtrano Itihas Author(s): Shambhuprasad H Desai Publisher: Saurashtra Sanshodhan Mandal View full book textPage 7
________________ પ્રકાશકનું નિવેદન સૌરાષ્ટ્રના ઇતિહાસની ખોટ ઘણા વખતથી જણાયા કરી છે. સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોના સ્થાનિક ઈતિહાસ માટે ટૈછિવાયાં પુસ્તક છે; પણ સમગ્ર સૌરાષ્ટ્રના બધા પ્રદેશને પહેલેથી ઠેઠ એગણીસમી સદીના પ્રારંભ સુધીને ઈતિહાસ એક પુસ્તકમાં લખાયેલું મળતું નથી એટલે અભ્યાસીઓને આ ખોટ બહુ જ સાલે છે. સૌરાષ્ટ્ર સંશોધન મંડળે સન ૧૯૫ના ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર ઈતિહાસ પરિષદ્ સ. ઈતિહાસવેત્તા શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીના અધ્યક્ષપદે ભરી. એ પરિષદના પ્રમુખના વ્યાખ્યાનથી માંડીને ઠરાવો સુધીની પ્રવૃત્તિમાં સૌરાષ્ટ્રને સળંગ ઈતિહાસ લખવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતું. તેને અનુસરીને સૌરાષ્ટ્ર સંશોધન મંડળે પણ સૌરાષ્ટ્રને ઈતિહાસ લખવા, લખાવવા, પ્રાપ્ત કરવા વગેરે દિશાઓમાં પ્રયત્ન જારી રાખ્યા હતા. એ માટે તપાસ ચાલુ હતી તે દરમ્યાન પ્રભાસપાટણના ઇતિહાસકાર શ્રી. શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ પાસે એવા ઇતિહાસની સામગ્રી એકત્ર હતી. તે પરથી તેમણે ઈતિહાસનું આ પુસ્તક તૈયાર કરી આપ્યું. તે તદ્વિદ વિદ્વાનોને પસંદ પડતાં તે છપાવીને પ્રસિદ્ધ કરતાં સૌ. સં. મંડળને આનંદ થાય છે. આ સ્થળે આ પુસ્તકના લેખક પરિચય આપવાનું જરૂરી જણાય છે. શ્રી. શંભુપ્રસાદ પ્રભાસપાટણના દેશાઈ છે. તેમના પૂર્વજો મુગલાઈ સમયથી સોરઠમાં અગત્યનું સ્થાન ભોગવતા આવ્યા છે. લેખકના પિતાશ્રી સદ્. શ્રી. હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ, કે જેમને લેખકે આ પુસ્તક અર્પણ કર્યું છે અને જેમનું રેખાચિત્ર સદ્. શ્રી. ઝવેરચંદ મેઘાણીએ સેરઠી બહારવટિયાના ભાગ ચોથામાં તેમની રસભરી કલમે દેવું છે કે, જૂનાગઢ રાજ્યમાં પોલીસ, મહેસૂલ અને જંગલખાતાના વહીવટી અમલદાર હતા, એટલું જ નહિ, પણ કાવ્ય, ઇતિહાસ અને ઇતર સાહિત્યના વિદ્વાન હતા. પુરાતત્ત્વવેત્તા સદ્ શ્રી. વલભજી હરિદત્ત આચાર્યને તેમનાં અનેક સંશોધનમાં તેમણે ઘણી સહાય કરી હતી. સદ્. શ્રી. દેશાઈજીનાં પિતાનાં સંશોધનોની નોંધ પણ એક અમૂલ્ય સંગ્રહ જેવી છે.. શ્રી. શંભુપ્રસાદ અત્યારે મુંબઈ રાજ્યના ડેપ્યુટી કલેકટર છે. પિતાશ્રીના વિદ્યાસંસ્કારના વારસાને પરિણામે તેમણે કાવ્યો, વાર્તાઓ તથા નવલકથાઓ પણ લખી છે. હવે પછી તેઓશ્રી છે તેમના કુટુંબને ઇતિહાસ પિતૃતર્પણ” અને “મનાથ એ બંને પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરવા વિચારે છે. શ્રી. શંભુપ્રસાદે ઘણાં વર્ષો સુધી મહેનત કરીને, અનેક ઠેકાણેથી માહિતી મેળવીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે અને એ દષ્ટિએ સૌ. સં: મંડળ એનુંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 418