________________
સાતસો માનીતિ
માંસભક્ષણ યાદ આવી ગયું. એટલે તત્કાળ ખાવું બંધ કરી શ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈને પૂછ્યું કે ‘સ્વામી અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં? ગુરુ બોલ્યા—“ તે વણિક અને બ્રાહ્મણને ઘટે, પણ અભક્ષ્યનો નિયમ રાખનારા ક્ષત્રિયને ઘટે નહીં; કારણ તે ખાવાથી પૂર્વે નિષેઘ કરેલા મોંસાદિ આહારનું સ્મરણ થઈ આવે છે.' ગુરુની કઠેલી આ વાત કુમારપાળે સ્વીકારી. પરંતુ પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ કરતાં બત્રીશ ગ્રાસ ભર્યા હતા તેના પ્રાયશ્ચિત્તમાં એક સાથે ઘેબરના વર્ણ સશ બત્રીશ વિહારો કરાવ્યાં. ઉપદેશ પ્રાસાદ ભા. ભાગરના આધારે
૭૭. તૃષ્ણાને શમાવું.
“મારે લોભ મૂકવો છે, ક્રોધ માનાદિ મૂકવાં છે. એવી બીજભૂત લાગણી થાય ને મુકે, તો દોષ ટળી જઈ અનુક્રમે બીજજ્ઞાન પ્રગટે.'' ઉપદેશ છાષા (વ.પૂ. ૭૦૧)
66
પ્રભુશ્રીજી કહે “ લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પુદ્ગલ કાનમાં પડ્યા.” ક્રોધથી પ્રીતિની હાનિ થાય છે, માનથી વિનયનો ઘાત થાય છે. માયાથી મૈત્રીનો નાશ થાય છે અને લોભથી તો સર્વનો નાશ થાય છે. ‘જોટો સત્ત્વ વિળાસળો' – પરમકૃપાળુદેવે પત્રાંક ૫૭૪માં કહ્યું કે “જન્મ, જરા, મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતાં જવું.” તૃષ્ણા કહો કે ઇચ્છા કહો એક જ છે. ૫૨પદાર્થની ઇચ્છા કરવી તે સર્વે લોભ થાય છે.
“ક્યા ઇચ્છત ખોવત સબે, હૈ ઇચ્છા દુઃખમૂલ;
જબ ઇચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ માંથી :- પાપનો બાપ કોણ?
શુભંકર બ્રાહ્મણનું દૃષ્ટાંત – પૃથ્વીપુર નગરમાં શુભંકર નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ ભણી ઘેર આવ્યો. તેની સ્ત્રી જૈનધર્મી હતી. તેણે વિચાર્યું કે આ એકાંતવાદી શાસ્ત્ર ભણેલ છે. તેથી તેને પ્રતિબોધ કરવા માટે પૂછ્યું કે હે સ્વામી ! સર્વ પાપનો બાપ કોણ ? બ્રાહ્મણે સર્વ શાસ્ત્રો શોધ્યા. પણ પાપનો બાપ કોણ ? તે જડયું નહીં. સ્ત્રીને પૂછ્યું તેં ક્યાંથી સાંભળ્યું ? તેણે કહ્યું જૈન મુનિના મુખથી. ત્યારે તે છે તે સાધુ પાસે જઈ પૂછી આવું. પછી ત્યાં જઈ પૂછ્યું કે સ્વામી પાપના બાપનું નામ કો. ગુરુ કહે સંઘ્યા સમયે આવજો. હવે ગુરુએ એક શ્રાવક પાસે બે રત્નો મંગાવ્યા અને એક ગધેડાનું મડદું ચાંડાલ પાસે અપાસરાથી સો હાથ દૂર મૂકાવા જણાવ્યું.
સંધ્યા સમયે તે બ્રાહ્મણ આવ્યો ત્યારે ગુરુ કહે એક કામ કરો તો એક રત્ન આપીએ. અને કામ પત્યા પછી બીજું રત્ન આપીએ. ત્યારે બ્રાહ્મણ કહે કામ બતાવો. ગુરુ છે અપાસરા પાસે એક ગધેડાનું મડદું પડ્યું છે તેને ગામ બહાર મૂકીને આવો. એમ કહી એક રત્ન આપ્યું. રત્નના લોભે હવે રાત્રિના સમયે કોણ જુએ છે એમ વિચારી તુરત ગધેડાના મડદાને ખભે ઉપાડી ગામ બહાર મૂકી નાહી ધોઈને પાછો આવ્યો
ત્યારે ગુરુએ બીજું રત્ન પણ આપ્યું. પછી બ્રાહ્મણે પૂછ્યું કે પાપનો બાપ કોણ છે તે હવે ઠો. ગુરુ કહે હજું સમજાયું નથી. તો કહે ના. ત્યારે ગુરુ કહે તું બ્રાહ્મણ હોવા છતાં, લોભના કારણે મડદાંને પણ ઉપાડીને
૪૫