Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 559
________________ સાતસો મહાનીતિ ૬૯૧. અનર્થ પાપ કરું નહીં. અનર્થ એટલે પ્રયોજન વગર કોઈ પાપ કરું નહીં અથવા પાપયુક્ત વચન પણ બોલું નહીં. જેમકે આને તો મારવો જ જોઈએ તો જ સીધો થાય. દુષ્ટને શિક્ષા અને સજ્જનોની રક્ષા કરવી જોઈએ. એવું વચન પણ તીવ્ર ભાવો વડે બોલવાથી દુઃખ ભોગવવા પડે છે. તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - કોઈને મારવાનું વચન પણ બોલવું નહીં શૂરસેન અને મહિસેનનું દ્રષ્ટાંત - બંઘુરા નામની નગરીમાં શૂરસેન અને મહિસેન નામે બે રાજપુત્ર હતા. તેઓ હમેશાં સદાચારવાળા અને પરસ્પર પ્રીતિવાળા થઈ સુખે રહેતા હતા. એક વખતે મહિસેનની જિલ્લા ઉપર અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. વૈદ્યોએ તેને અસાધ્ય ઘારી છોડી દીધો. એ રોગથી તેની જિલ્લા એવી ગંઘાવા લાગી કે જેથી કોઈ તેની પાસે રહી શકતું નહીં. માત્ર તેનો બંધુ શુરસેન જ સ્નેહથી તેની પાસે રહેતો હતો. રોગની તીવ્ર વેદનાથી જ્યારે મહિસેન “અરે! અરે !” એવો પોકાર કરતો ત્યારે શુરસેન કહેતો કે – “હે બંધુ! શાંત થા અને સર્વ જગતને તારવા સમર્થ, તેમજ જ્ઞાનધ્યાનરૂપ અગ્નિથી આ ભવપ્રપંચ તથા કર્મજાલને ભસ્મ કરનાર શ્રી સર્વજ્ઞ પ્રભુનું સ્મરણ કર.” બંઘુના આવા ઉપદેશથી મહિસેને પંચપરમેષ્ઠીનું મનમાં ધ્યાન કરવા માંડ્યું. શૂરસેને પોતાના બંધુના જીવવાની આશા છોડી, પછી તેની પાસે પાપના અનેક નિયમો કરાવ્યા અને પ્રાસુકજળથી તેની જિલ્લા ઉપર જળસિંચન કરવા માંડ્યું. દૈવયોગે તે પ્રમાણે મંદમંદ જળસિંચન કરવાથી તેનો રોગ મૂળમાંથી ગયો. તેણે જે જે પચ્ચખાણ લીઘા હતા તે તે પાળવા માંડ્યા. એકદા ત્યાં શ્રી ભદ્રબાહસ્વામી પધાર્યા. તેમનું આગમન સાંભળી તે બંને ભાઈ તેમને વંદન કરવા ગયા. દેશના સાંભળ્યા પછી મહિને શૂરસેનને રોગ થવાનું કારણ પૂછ્યું એટલે ગુરુ બોલ્યા - મણિપુર નગરમાં મદન નામના કોઈ સુભટને વીર અને દીર નામે બે ઘર્મીષ્ઠ પુત્ર હતા. એક વખતે તે બંને વનમાં ફરવા ગયા. ત્યાં પોતાના મામા વસંત નામના મુનિને પૃથ્વી ઉપર પડેલા જોઈ લોકોને તેનું કારણ પૂછ્યું, એટલે તેમાંથી કોઈએ કહ્યું કે - “એક સર્પ, કાયોત્સર્ગે રહેલા આ મુનિને ડસીને રાફડામાં પેસી ગયો છે. મામાના સ્નેહથી લઘુબંધુ ઘીર બોલ્યો કે- “અરે રાંક લોકો! તમે તે સર્પને નાસતાં મારી નાખ્યો કેમ નહીં?” તે સાંભળીને વીર બોલ્યો – “હે ભ્રાતા! આમ બોલીને વૃથા કર્મ શા માટે બાંધે છે?’ ત્યારે ઘીરે કહ્યું : “મુનિને ડસનારા સર્પને મારવાથી તો ઘર્મ જ થાય. કહ્યું છે કે – “દુષ્ટસ્થ વંદ: સ્વાનસ્થ પૂના, ચાયેન હોશસ્થ સંપ્રવૃદ્ધિઃ | . પક્ષપાતો રિપુરાષ્ટ્રવંતા, પંચૈવ યજ્ઞા કૃપડુંગવાન” ના “દુષ્ટને દંડ કરવો, સ્વજનની પૂજા કરવી, ન્યાયથી ભંડાર વઘારવો, કોઈનો પક્ષપાત કરવો નહીં અને શત્રના દેશની ચિંતા રાખવી- એ પાંચ ઉત્તમ રાજાઓને યજ્ઞ બરાબર છે.” માટે આપણને ક્ષત્રિયોને તેમ કરવાથી કાંઈ દોષ લાગે નહીં.” વીર બોલ્યો – “હે બંધુ! આપણને જૈનને તે ઘટે નહીં, જૈનોને તો લાકડી ભાંગે નહીં, દૂઘનું પાત્ર ફુટે નહીં અને દૂધ ઢોળાય નહીં; તેવી રીતે જીવનો વધ થાય નહીં તેમ કરવું જોઈએ. જીવાનંદ વૈદ્યની જેમ જૈનોએ તો વચન પણ વિચારીને બોલવું જોઈએ.” આ પ્રમાણેનું પોતાના બંધુનું વચન સત્ય માનીને તેમણે મુનિને યોગ્ય ઉપચાર વડે સજ્જ કર્યા. અનુક્રમે તે બંને ૪૯૫

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572