Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 558
________________ સાતસો મહાનીતિ અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પરુષો મહાપુણ્યશાળી તેમજ ઘન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોઘ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં.” (પૃ.૧૧૯) બોઘામૃત ભાગ-૧'માંથી - “તત્ત્વ એટલે પદાર્થ. પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ. તત્ત્વ એટલે સ્વરૂપ. ભગવાનનાં વચનો વડે રૂપી અરૂપી પદાર્થો જણાય છે. મુનિએ આગમરૂપી આંખોથી આખા જગતને જાણે છે. શાસ્ત્ર ભણવાં એ પ્રવચન-ભક્તિ છે. આખા વિશ્વનું કેવું સ્વરૂપ છે તેને છ દ્રવ્ય અને નવતત્ત્વમાં કહ્યું છે.” (પૃ.૧૧૩) ‘બોઘામત ભાગ-૩'માંથી :- “અનંતકાળથી જીવ જન્મમરણ કર્યા કરે છે, પરંતુ શુભ સંયોગો પામીને સત્સંગયોગે જીવને પોતાના વિષે વિચાર કરવાની વૃત્તિ જાગે છે. હું હું હું કરું છું તેમાં હું કોને કહું છું? તેનો વિચાર ઉદભવતાં સત્યરુષની શોધ કરી તેનો નિર્ણય તે જ્ઞાની દ્વારા કરી લે છે એટલે જ્ઞાનીએ કહેલું આત્માનું સ્વરૂપ તેને માન્ય થાય છે – છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ - મૂળ એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ - મૂળ” મૂળમાર્ગમાં કહેલાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મા એ સાત તત્ત્વનું પહેલું તત્ત્વ છે. તે જીવને કર્મનો સંગ છે તેથી બંઘ દશામાં છે; તે કર્મનું મૂળ કારણ જીવના અશુદ્ધ ભાવ અને તેથી પુગલ વર્ગણા (જડ સૂક્ષ્મ પરમાણુઓના જથ્થા) નું આવવું થાય છે તે તે જડ પુગલ દ્રવ્ય અજીવ છે. તેવાં જ બીજાં આકાશ, કાળ, ઘર્મ (ગતિમાં સહાયક), અધર્મ (સ્થિતિમાં સહાયક) અજીવ દ્રવ્યો છે. આમ પુગલ (રૂપ, રસ, ગંઘ, સ્પર્શ ને શબ્દવાળા પદાર્થો) આકાશ, કાળ, ઘર્મ અને “અઘર્મ - આ પાંચ અજીવ છે તે બીજું તત્ત્વ છે. જીવના અશુદ્ધભાવ અને તે નિમિત્તે આવતા પરમાણુઓના સમૂહને આસ્રવ નામનું ત્રીજાં તત્ત્વ કહે છે તે અશુદ્ધભાવને લઈને આવેલાં પરમાણુ આત્માના પ્રદેશોની સાથે દૂઘ ને પાણીની પેઠે એકમેક થઈને રહે છે, તેને ચોથું બંઘ તત્ત્વ કહે છે. મૂળમાર્ગમાં કહેલા ખાસ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં જીવ રહે છે ત્યારે સંવર નામનું પાંચમું તત્ત્વ પ્રાપ્ત થયું એમ કહ્યું છે; તેથી નવાં કર્મ-પરમાણુ આવતા નથી કે બંધાતા નથી. સંવરના પ્રભાવે પૂર્વે બાંધેલા કમ પણ આત્માની સાથેનો સંબંધ છોડીને અનુક્રમે ખરી જાય છે. દૂઘપાણીને ઉકાળી પાણી બાળી મૂકીએ તેમ પૂર્વ કર્મ ઘીમે ઘીમે બળી જાય છે તેને નિર્જરા નામનું છઠ્ઠું તત્ત્વ કહે છે. બઘાં કર્મ છૂટી જાય તેવો ભાવ થયે આઠે કર્મ આત્માથી છૂટાં પડી જાય અને શુદ્ધ આત્મદશા સદા કાળ રહે તે અવસ્થાને મોક્ષ નામનું સાતમું તત્ત્વ કહ્યું છે. આમ સાત તત્ત્વમાં પુણ્ય અને પાપ બે તત્ત્વો ઉમેરીને કોઈ કોઈ આચાર્યો નવ પદાર્થની સંખ્યા પણ કરે છે. આત્માને જાણવો અને આત્મારૂપ વર્તવું એ સર્વ તત્ત્વોનો સાર છે; તેથી મોક્ષ- નિશુદ્ધતા પ્રાપ્ત થાય છે.” (પૃ.૧૮૬) ૬૯૦. સ્તુતિ, ભક્તિ, નિત્યક્રમ વિસર્જન કરું નહીં. ભગવાનની સ્તુતિ તથા ભક્તિ કરવાનો જે નિત્યક્રમ છે. તેને કોઈ દિવસ ભૂલું નહીં. નિત્યક્રમ સદૈવ કરવાથી ઘર્મ પ્રત્યેની લાગણી સદા બની રહે છે. નહીં તો આત્મઘર્મનો લક્ષ ભૂલાઈ જાય અને આત્મા દુર્ગતિમાં પણ જઈ પડે. માટે ભક્તિ સ્વાધ્યાયનો નિત્યક્રમ વિસર્જન કરું નહીં. ૪૯૪

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572